મંદિરમ્: BAPS દ્વારા ગુજરાતને મીની અક્ષરધામ સમાન વધુ એક સ્વામિનારાયણ મંદિરની ભેટ

rહિન્દુ ધર્મમાં મંદિર શાસ્ત્ર અને સંતનો અનેરો મહિમા છે. મનુષ્યને સુખ શાંતિ અને મુક્તિના માર્ગ ચિંધવા માટે હજારો વર્ષ પહેલા ભારતના ભાગ્યવિધાતા ઋષિ-મુનિઓએ મંદિરોની પરંપરા…

rહિન્દુ ધર્મમાં મંદિર શાસ્ત્ર અને સંતનો અનેરો મહિમા છે. મનુષ્યને સુખ શાંતિ અને મુક્તિના માર્ગ ચિંધવા માટે હજારો વર્ષ પહેલા ભારતના ભાગ્યવિધાતા ઋષિ-મુનિઓએ મંદિરોની પરંપરા આપી છે. મંદિર માટે કહેવાય છે કે, મનને સ્થિર કરે તે મંદિર. પરમ શાંતિ આપે તે મંદિર. પરમાત્માને પામવા નું કેન્દ્ર એટલે મંદિર. પરસ્પર આદર કરતા શીખવે એ મંદિર. હિન્દુઓની ઓળખ કરાવે તે મંદિર.

વિશ્વભરમાં હિંદુ સંસ્કૃતિ અને માનવતાના પાઠ શીખવતી બીએપીએસ સંસ્થા દક્ષિણ ગુજરાતને વધુ એક મંદિર ની ભેટ આપી રહી છે. દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ અને પ્રમુખસ્વામીના કરકરમળ નિર્મિત ગુજરાતનું સૌપ્રથમ સફેદ સંગેમરમર પથ્થરોથી બનેલુ મંદિર ગુજરાતની શોભા વધારશે.

આ પહેલા પ્રમુખસ્વામી મહારાજના હસ્તે વિદેશમાં ઘણા સંગેમરમર ના મંદિરો લોકાર્પિત કરવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતમાં સૌપ્રથમ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, જે પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં બન્યું હોય. બીએપીએસના ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના વરદ હસ્તે ગઢડામાં સફેદ સંગેમરમર નું મંદિર 50થી વધુ વર્ષથી શોભા વધારી રહ્યું છે.

શું છે નવસારી સ્વામિનારાયણ મંદિર ની વિશેષતાઓ?

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે ગુજરાતમાં સૌપ્રથમ નું આરસનું મંદિર.

70000 ઘનફૂટ રાજ નગરી એટલે કે સફેદ આરસ માંથી નિર્મિત થયું છે મંદિર. લંબાઈ 205 ફૂટ, પહોળાઈ 188 ફૂટ અને ઊંચાઈ 82 ફુટ નું છે આ મંદિર.

હિમાલયના ઉત્તુંગ શિખરો સમાન 5 શિખરો, 2 ઘુમ્મટ અને 17 ઘુમ્મટીઓ થી શોભન્વિત છે મંદિર.

મંદિરમાં ભારતીય સંસ્કૃતિ અને સંત પરંપરાને દર્શાવતાં 222 સ્તંભો અને 150 તોરણો ને પથ્થરમાં કંડારેલ છે.

દિલ્હી સ્વામિનારાયણ અક્ષરધામ માં આવેલી બેનમૂન ગજેન્દ્ર પીઠ સમાન ૯૦૦ ફૂટ લાંબી ગજેન્દ્ર પીઠ ના આસન પર આ આરસપહાણ નું મંદિર સુશોભિત કરાયું છે. આ ગજેન્દ્ર પીઠમાં ગણેશજીની અલગ અલગ મૂર્તિઓના પણ દર્શન થાય છે.

ભગવાન સ્વામિનારાયણના 44 થી વધુ લીલા શિલ્પો આ મંદિરની અલગ અલગ કમાનો માં કંડારવામાં આવ્યા છે.

હિન્દુ ધર્મના અવતારો દેવતાઓ ગંધર્વો મહાન ભક્તો પરમહંસો ના સુંદર કંડારાયેલા પૂર્ણ કદની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.

વૃદ્ધ અશક્ત અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અલગથી રે મને લિફ્ટની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નવસારી દ્વારા ચાલતા સેવાકાર્યો

સામાન્યતઃ બીએપીએસ દ્વારા 180 વધુ લોકો સેવાની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ અનેકવિધ સેવા કાર્યો શરૂ છે.

દોઢસોથી વધુ સત્સંગ કેન્દ્રોમાં આરા સત્સંગ અને સંસ્કૃતિના ઉચ્ચ મૂલ્યોનો પ્રવર્તન કરવામાં આવે છે. સાથે સાથે બાળકો અને બાલિકાઓ ને પણ ભારતભાગ્યવિધાતા બનાવવા માટે સૌથી વધુ સંસ્કાર કેન્દ્ર ચલાવવામાં આવે છે. સાથે-સાથે વ્યસન મુક્તિ અને સદાચાર વૃદ્ધિ માટે સતત જનસંપર્ક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે. ડાંગ વાંસદાના આદિવાસી વિસ્તારોમાં 12થી વધુ કુટીર મંદિરો અને 50થી વધુ અઠવાડિક સત્સંગ સભાઓ દ્વારા ધાર્મિક જાગૃતિ નું કાર્ય કરવામાં આવે છે. નવસારી સ્વામીનારાયણ મંદિર હેઠળ આવતા વિસ્તારોમાં 2 મોબાઈલ એમ્બ્યુલન્સ વિનામૂલ્યે રોગ-ચિકિત્સા અને ઉપચાર વર્ષોથી કરી રહી છે. ડાંગમાં આવેલા રંભાસ માં આદિવાસી છાત્રાલય અને શાળામાં ૨૦૦ થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સંસ્કાર યુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *