રોમિયોને રોમિયોગીરી કરવી પડી ભારે: યુવતીને લવ લેટર આપી છેડતી કરનારને લોકોએ ચખાડ્યો મેથીપાક- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાં યુવતીની છેડતી અને ચાળા કરનારા રોમિયોને આસપાસ રહેલા લોકો દ્વારા મેથીપાક આપવામાં આવ્યો હતો. યુવતીને લવ લેટર(Love letter) આપનારા રોમિયોની શાન ઠેકાણે લાવવા માટે લોકોએ જાહેરમાં જ તેની પકડીને ધુલાઇ કરી હતી. જેનો વિડીયો(Video) પણ સામે આવ્યો છે. ત્યારબાદ લિંબાયત પોલીસને સમગ્ર મામલા અંગે જાણ કરી દેવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા રોમિયોગીરી કરતાં યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

યુવતીનો ગુસ્સો ફાટી નીકળ્યો, આસપાસ રહેલા લોકો દોડી આવ્યા:
પ્રાપ્ત માહિતી અનુસાર, લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી સર્કલ પાસે ઉભેલી યુવતીને છેડતીખોર રોમિયોગીરી કરતાં યુવક દ્વારા લવ લેટર આપવામાં આવ્યો હતો. આ પ્રકારની હરકતોને જોઇને યુવતી ગુસ્સે ભરાઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલી યુવતી દ્વારા આસપાસથી લોકોને બોલાવવામાં આવ્યા હતા. જેથી મહિલાઓ અને લોકોએ એકઠા થઈને રોમિયોગીરી કરતાં યુવકને જાહેરમાં જ મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. બરોબરનો માર પડતા યુવક હાથ જોડીને માફી માગવા લાગ્યો હતો.

રોમિયોને પોલીસ હવાલે કરવામાં આવ્યો:
એકઠા થયેલા લોકોએ રોમિયોગીરી કરતાં યુવકની શાન ઠેકાણે લાવવા માટે જાહેરમાં જ માર મારવાની સાથે સાથે સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલ ફોનના કેમેરામાં કેદ કરી લીધો હતો. ત્યારબાદ યુવકને પોલીસ હવાલે કરવા માટે લિંબાયત પોલીસને સમગ્ર મામલા અંગેની જાણ કરવામાં આવી હતી. જેથી લિંબાયત પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને યુવતીની છેડતી કરનારા રોમિયોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *