સુરતમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા… લાખોની રોકડ સાથે ઝડપી પાડ્યા

સુરત(SURAT): આજકાલ પોલીસ દ્વારા ઠેકાણે-ઠેકાણેથી દરોડા પાડીને જુગારધામો પકડી પાડવામાં આવે છે. આ દરમિયાન, શહેરના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી રેડ પાડવામાં આવી હતી. કાપોદ્રા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડયા હતા.જેમાં એક મહિલા સહિત 38 લોકોની પોલીસે ધરપકડ કરવામાં આવી છે.પોલીસે રેડ દરમ્યાન 38 મોબાઈલ, બે કાર, 11 ટુ વ્હિલર એક રીક્ષા મળી કુલ 22.32 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જયારે જુગાર રમાડનાર સહિત નાસી છૂટનાર 18 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે, સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલા નાના વરાછા તાપી નદીના કિનારે ખાડી ફળિયા પાસે મોટું જુગાર ધામ ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં અહીં લોકો જુગાર રમી રહ્યા છે અને જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અહીં દરોડો પાડ્યો હતો.અને મોટી કાર્યવાહી હથ ધરી છે.જેને લઈને અહીં અફરાતફરી મચી જવા પામી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલે અહીંથી એક મહિલા સહીત 38 લોકોની ધરપકડ કરી હતી, તેમજ સ્થળ પરથી 7.48 લાખની રોકડ, 38 મોબાઈલ,બે કાર, 11 ટુવિલર એક રીક્ષા તેમજ જુગાર રમાડવાના સાધનો જેવા કે પાથરણા, ચેર, પ્લાસ્ટિક ટુલ, પ્લાસ્ટિક ટેબલ વગેરે મળી કુલ 22.32 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.

​​​​​​​ગાંધીનગર સ્ટેટ મોનિરટરિંગની સેલે અહીંથી એક મહિલા સહિત 38 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ લોકોનો કબજો કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો છે. તેમજ અહીં જુગાર ચલાવનાર અને જુગાર રમવા આવનાર સહિત 18 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા તમામ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *