ગુજરાતમાં ગાંધીજીના સમયથી દારૂ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં અવાર-નવાર ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી ઘટનાઓ સામે આવતી રહે છે. મોટાભાગે પોલીસ દ્વારા કમીશન લઈને બુટલેગરોને છોડી દેવામાં આવતા હોય છે. જેને કારણે બુટલેગરો રાજ્યમાં ખુલેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે.
હાલમાં કોરોનામાં બુટલેગરોના દારૂના ધંધા બંધ થઈ ગયા હોવાથી બુટલેગરો દારૂનો ધંધો કરવા અનેક નવાનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે. આ ઉપરાંત હાલમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન બુટલેગર બેફામ બન્યા હોય તેવું સામે આવી રહ્યું છે.
સુરતમાં કર્ફ્યુ રાત્રી કર્ફ્યુ દરમિયાન બુટલેગર બેફામ બન્યા હોવાનો એક વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યો છે. વિડીયોમાં રાત્રી કર્ફ્યુ નો ફાયદો ઉઠાવી મોટરસાયકલ પર મોટી માત્ર માં બિંદાસ ખુલ્લે આમ દારૂ ની હેરાફેરી થઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
આ સમગ્ર ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિકએ ઉતારતા પોલીસ આવી હરકત માં આવી છે. મહિધરપુરા પોલીસની PCR બુટલેગર ને દારૂ સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ એ બુટલેગર પર કાર્યવાહી કરી કે નહીં તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે. સુરતમાં કર્ફ્યુ દરમિયાન બુટલેગર બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.
પોલીસ એ બુટલેગર પર કાર્યવાહી કરી કે નહીં તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે આ ઘટના સામે આવ્યા બાદ સુરતને નશામુક્ત કરવા માંગતા પોલીસ કમિશ્નર અજય તોમર આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.