રાજ્યમાં સૌ પ્રથમ વખત હ્રદય-ફેફસાનું કમ્બાઈન ટ્રાન્સપ્લાન્ટ- સુરતમાં એક જ દિવસે બે વ્યક્તિના અંગદાનથી સાત લોકોને મળશે નવજીવન

Organ donation of two persons in Surat: ઓવરબ્રિજ, ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં અંગદાત્તા શહેર તરીકે પણ ઓળખવા માંડ્યું છે. સુરતથી એક જ દિવસમાં વધુ બે અંગદાન INS હોસ્પિટલ અને કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યા હતાં.(Organ donation of two persons in Surat) બે અંગદાત્તાના અંગદાનથી સાત વ્યક્તિઓને નવું જીવન મળવાની સાથે સાથે રાજ્યમાં સૌ પ્રથવાર હૃદય અને ફેફસાનું કમબાઈન ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાના રહેવાસીમાં અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. હૃદય, ફેફસા, લિવર અને કિડની સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગના બે ગ્રીન કોરીડોર કરવામાં આવ્યાં હતાં.

પહેલું અંગદાન,કલકત્તાના રહેવાસી અને હાલમાં સુરતમાં ફ્લેટ નં, સી – 802, સ્તુતિ આઈકોન, સ્ટુતિ હાઈલેન્ડની પાસે, પાલનપોર ગામ રોડ, ખાતે પોતાના પરિવાર સાથે રહેતા અને એસ્સાર ગ્રુપની ભાટપોરમા આવેલ સીરોસ એનર્જી કંપનીમા CFO તરીકે ફરજ બજાવતા પંકજ કુમારને તારીખ 5 જુલાઈના રોજ માથામાં દુ:ખાવો થતા અને શરીરમાં નબળાઈ લાગતા પરિવારના લોકોએ તેમને BAPS પ્રમુખસ્વામી હોસ્પિટલમાં દાખલ કર્યા, નિદાન માટે CT સ્કેન અને MRI કરાવતા બ્રેઈનસ્ટ્રોક હોવાનું નિદાન થયું હતું. પરિવારના લોકોએ તેમને વધુ સારવાર માટે INS હોસ્પિટલમાં ન્યુરોફીઝીશયન ડૉ. અનિરુધ આપ્ટેની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે ફરી એક વખત CT સ્કેન કરાવતા બ્રેઈનસ્ટ્રોક અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.

તારીખ 11 જુલાઈના રોજ ન્યુરોફીઝીશયન ડૉ. અનિરુધ આપ્ટે, ન્યુરોસર્જન ડૉ. અશોક પટેલ, ફીઝીશયન ડૉ. વિક્રાંતિ સેલર, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. નિધિ આસોદરીયાએ પંકજ કુમારને બ્રેઈનડેડ જાહેર કર્યાની જાણ થતાં ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પંકજ કુમારની પત્ની શ્રૂતકિર્તી, પિતા હરીક્રિષ્ણ, ભાઈ સંજીવ અને રામઅવતાર, ભાભી જયરાધા તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેમના અંગની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

પંકજ કુમારની પત્ની શ્રૂતકિર્તીએ જણાવ્યું છે કે મારા પતિ બ્રેઈનડેડ છે, તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે. શરીર તો રાખ જ થઇ જવાનું છે, ત્યારે મારા પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. પંકજ કુમાર કે જેમણી ઉંમર 46 વર્ષ છે અને તેમના પરિવારમાં તેમના પિતા હરીક્રિષ્ણ કે જેમની ઉંમર 74 વર્ષ છે અં એ તેમની માતા પુષ્પાદેવી કે જેમની ઉંમર 69 વર્ષ છે, અને તેમની પત્ની શ્રૂતકિર્તી કે જેમની ઉંમર 45 વર્ષ છે,અને તેમની 13 વર્ષની દીકરી અદિત્રી આ તેમના પરિવાર ના સભ્યો છે. અને તેમની પુત્રી અદિત્રી હજીરામાં આવેલ એએમએનએસ(AMNS) ઈન્ટરનેશનલ સ્કુલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે.

બીજું અંગદાન, રાજસ્થાનના રહેવાસી અને હાલ સુરતના A-702, રામબાગ પેલેસ, પર્વત પાટિયા, ડુંભાલ, સુરત મુકામે રહેતો ઉત્તમ દીનદયાલ ગુપ્તા કે જેમની ઉંમર 31 વર્ષ કે જે કાપડ ટ્રેડીંગનો વ્યવસાય કરે છે. અને તારીખ 9 જુલાઈ ના રોજ સાંજે ૬ કલાકે પોતાના ઘરની અગાસી માંથી અકસ્માતે નીચે પડી જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારના લોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે 108 ની મદદથી કિરણ હોસ્પિટલમા ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી, સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતા નાના મગજમાં મલ્ટીપલ ફેકચર તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું.

તારીખ 12 જુલાઈના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અપેક્ષા પારેખ અને ડૉ. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે ઉત્તમને બ્રેઈન ડેડ જાહેર કર્યો જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી ઉત્તમના પિતા દીનદયાલ, પિતરાઈ કાકા રાજેન્દ્ર, પિતરાઈ ભાઈ વિપિન, અંકિત, વિષ્ણુ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેમના વિશેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

બંને પરિવારના લોકો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો.SOTTO દ્વારા હૃદય અને ફેફસા અમદાવાદની K.D હોસ્પિટલને, બે લિવર માંથી એક લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, બીજુ લિવર સુરતની કિરણ હોસ્પિટલને અને બે કિડની અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પીટલને ફાળવવામાં આવી. હૃદય અને ફેફસાનું દાન અમદાવાદની K.D હોસ્પિટલના ડૉ. મહેશ, ડૉ. પ્રદિપ ડાભી, ડૉ. રીતેશ પટેલ, નિખિલ વ્યાસ અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન અમદાવાદની ઝાયડસ હોસ્પીટલના ડૉ. અંકુર વાગડિયા ડૉ. યશ પટેલ, ડૉ. પ્રથાન જોષી, રાજુ ઝાલા અને તેમની ટીમે સ્વીકાર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *