હાલ ગુજરાત રાજ્યમાં ઘણી વખત છેડતીનાં બનાવ બહાર આવતા રહે છે. સુરત શહેરનાં કતારગામ વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતા બનાવ તમને હચમચાવી મૂકે તેવો છે. પિતાએ તેની જ દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો બનાવ બહાર સામે આવ્યો છે. સુરત શહેરનાં કતારગામમાં પિતાએ 14 વર્ષીય દીકરીની છેડતી કરી છે. આ બાબતે માતાની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી વધારે તપાસ ચાલુ કરી છે.
મળેલ માહિતી મુજબ સુરત શહેરનાં કતારગામમાં સાવકા બાપે તેની 14 વર્ષીય દીકરીની સાથે શારીરિક અડપલાં કર્યા છે. આ બાબતે માતાએ ઠપકો આપતા પતિ દ્વારા દીકરી તેમજ માતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેની સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. કતારગામ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. માતાની ફરિયાદનાં આધારે આ મામલે કતારગામ પોલીસ દ્વારા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ વિશે પત્નીએ ઘણી વખત પતિને ઠપકો પણ આપ્યો હતો. ઠપકો આપ્યો તે પછી સાવકા પિતાએ માતા તેમજ દીકરીને માર માર્યો હતો તેમજ માત્ર એટલું જ બંનેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ જોતા લાગે છે કે, દીકરીઓ હજી પણ સુરક્ષિત નથી.
દીકરીઓ તો બાપનાં વ્હાલનો દરિયો હોય છે પણ એવું કહેવાય છે ને કે પોતનાં એ પોતાનાં, પારકાં એ પારકા… પારકા ક્યારેય પણ પોતાનાં ન થાય. 14 વર્ષીય દીકરીની માતાએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે, સાવકા પિતા જ તેની દીકરીની સાથે આવું શરમજનક કાર્ય કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle