ગુજરાત(Gujarat): રાજ્યમાં સ્પા(Spa)ની આડમાં ધમધમી રહેલા કુટણખાનાની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ હવે તેને લઈને પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે અને સ્પાની આડમાં ધમધમી રહેલા કુંટણખાનાનો પર્દાફાશ કરવા લાગી છે. સુરત પોલીસ(Surat Police) દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટ(Anti Human Trafficking Unit)ની રેડ કરવામાં આવી હતી જેમા મોટા પાયે ચાલી રહેલા દેહ વ્યાપારના વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
2 મહિલા સંચાલકની અટકાયત:
સુરત શહેરમાં આવેલ રોયલ આર્કેડમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર ધમધમી રહ્યો હતો. જેનો પર્દાફાશ પોલીસ દ્વારા થઈ ગયો છે. કુલ 3 સ્પા સેન્ટરમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ચાલી રહેલા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. અમે તમને જણાવી દઈએ કે 3 માંથી 2 સ્પાનું સંચાલન તો મહિલાઓ દ્વારા કરવામાં આવતું હતું જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
4 યુવતીઓની પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત:
કુલ 3 જેટલા સ્પા સેન્ટરમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમા દેહ વ્યાપારનોં ધંધો મોટા પાયે ધમધમી રહ્યો છે. સમગ્ર રેડ દરમિયાન પોલીસે 2 મહિલાઓની ધરપકડ કરી છે જેઓ સ્પાનું સંચાલન કરી રહી હતી. સાથે જ સ્પા સેન્ટરોમાંથી 4 યુવતીઓની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ સાથે સાથે 3 ગ્રાહકોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે.
સ્પાનો માલિક ફરાર થતા વોન્ટેડ જાહેર કરાયો:
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલા દરમિયાન અન્ય એક સ્પાનો માલિક ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જોકે રાજ્યમાં સ્પાની આડમાં દિવસેને દિવસે દેહ વ્યપારનો ધંધો મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ સ્પાની આડમાં વધતા જતા દેહ વ્યાપારાના વેપલાનેલઈને પોલીસ પણ હવે તો એકશન મોડમાં આવી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.