સુરતમાં માથાભારે પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પૂર્વ પ્રેમીની હત્યાનો પ્રયાસ કર્યો

સુરત શહેરમાં અમુક દિવસો અગાઉ જ એક યુવતીએ માથાભારે ઇસમની મદદ વડે તેના પૂર્વ પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો હતો. આ સમગ્ર બનાવને પગલે યુવકે સુરત શહેરનાં ઉમરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.

પોલીસે બનાવની તપાસ કરીને યુવક ઉપર હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ કરી હતી તેમજ એ પછી હાલ પ્રેમીકાની પણ પોલીસએ ધરપડક કરી. ખાસ વાત છે કે, પ્રેમિકાએ હુમલો કરાવ્યા બાદ પૂર્વ પ્રેમીને ધમકી પણ આપી હતી કે, આજે તું જીવતો બચી ગયો, પરંતુ બીજી વાર જ્યારે તું રસ્તામાં મળીશ તે સમયે જીવતો રહેવા દઈશું નહી.

રિપોર્ટ મુજબ સુરત શહેર અલથાણ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાનાં આવાસમાં પ્રવીણ નામનો એક યુવક રહે છે. અમુક દિવસો અગાઉ સુરત શહેરનાં વેસૂ વિસ્તારમાં આવેલ આગમ આર્કેડ પાસેથી પ્રવીણની સાથે વિપલ ટેલર નામનાં એક યુવકે માથાકૂટ કરી હતી તેમજ એ પછી તેને પ્રવીણને ચપ્પુનાં ઘા માર્યા હતાં. વિપલે પ્રવીણ પર હુમલો કર્યા પછી તેને ગાળો આપી હતી.

આ આખા બનાવને પગલે પ્રવીણે ઉમરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જેથી પોલીસ દ્વારા પ્રવીણની FIR નોંધીને વિપલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, આ હુમલો પ્રવીણની પૂર્વ પ્રેમિકા તેમજ વિપલની અત્યારની પ્રેમિકા રિયા રાજપૂતનાં કહેવાથી તેને કર્યો છે. જેથી પોલીસે રિયા રાજપૂતની સામે પણ ગુનો દાખલ કરી તેને પકડવા માટેનાં ચક્રોગતિમાન કર્યા હતાં.

પોલીસે ગુનો નોંધ્યો હોવા અંગેની જાણ રિયાને થતા તે ભાગી ગઈ હતી. રિયા દિલ્હી જતી રહી હતી. એ પછી રિયા  જ્યારે દિલ્હીથી સુરતનાં આગમ આર્કેડમાં આવી હોવા અંગેની જાણ પોલીસને થતા પોલીસએ રિયાની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં એ ખૂલાસો થયો છે કે, રિયા સુરત શહેરમાં વિપલ ટેલરની સાથે ભાગીદારીમાં સ્પા ચલાવતી હતી તેમજ તેનો ભાઈ બિઝનેશમેન છે.

પોલીસની તપાસમાં વિપલનાં ઘરેથી તલવાર જેવાં તીક્ષ્ણ હથિયાર પણ મળ્યા હતા તેમજ પોલીસની પૂછપરછમાં પણ તે નશીલા પદાર્થનું વેચાણ કરતો હતો તે અંગેની કબૂલાત કરવામાં આવી હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું કે, વિપલે પ્રેમિકાની સાથે મળીને પહેલા પણ પ્રવીણને મારવાની ધમકી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *