સુરતમાં પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો, અને પછી…

જેવી રીતે દિવસેને દિવસે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે એવી જ રીતે રાજ્યમાં ગુના ખોરી વધી રહી છે. છેલ્લા કેટલાય સમયથી અવારનવાર ક્રાઈમની ઘટનાઓ સામે…

જેવી રીતે દિવસેને દિવસે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે એવી જ રીતે રાજ્યમાં ગુના ખોરી વધી રહી છે. છેલ્લા કેટલાય સમયથી અવારનવાર ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે. દિનદહાડે લોકોની હથિયાર વડે હત્યા થઇ રહી છે, સાથે-સાથે દિવસેને દિવસે બળાત્કારની ઘટનામાં પણ દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આ બધી જ ઘટનાઓને ધ્યાનમાં રાખી કહી શકાય કે, હાલ સુરત શહેર ગુનાખોરીનો અડ્ડો બની રહ્યો છે.

હાલમાં સુરત ગુનાખોરીનું ઘર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુનાઓનું સામ્રાજ્ય વધી રહ્યું છે. સુરતમાં ગુનાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યાં. તેવામાં આવો જ એક ગુનો સુરતના અમરોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે.

થોડા દિવસોથી અમરોલી વિસ્તારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે નાના મોટા ઝઘડાઓ થઈ રહ્યા હતા. આ ઝઘડાઓ છૂટાછેડાની માંગને લઈને થઈ રહ્યા હતા. એવામાં પતિએ ગુસ્સે ભરાઇને છૂટાછેડાની માંગણીને લઈને થયેલા ઝઘડાને લીધે પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો હતો.

ત્યાર બાદ પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે સનકી પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અમરોલી પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *