સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી દુષ્કર્મના બનાવો દરમિયાન ફરીવાર સુરત(Surat)ના અડાજણ(Adajan)માં કિશોરી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ચોંકાવનારી બાબત એ છે કે, આરોપી મહિલાએ કિશોરીને ઘરે બોલાવી હતી. ત્યારબાદ કિશોરીને તેના પુત્રના હવાલે કરી દીધી હતી. જાણવા મળ્યું છે કે, પુત્રએ તેને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને રૂમની બહાર માતા પહેરો આપી રહી હતી. માસૂમ દીકરીને વાસનાનો શિકાર બનાવી પીડિત પરિવારને મારી નાખવાની ધમકી મળતાં અડાજણ પોલીસ દ્વારા માતા-પુત્રની અટક કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે અડાજણ પોલીસે જણાવ્યું હતું કે, ઘટના એલપી સવાણી રોડ પર આવેલા એસએમસી આવાસમાં બની છે. આરોપી રાજ રવિ કહાર અને તેની માતા વનિતા કહારની અટક કરી તપાસ શરૂ કરવામાં આવી છે. કિશોરીની મેડિકલ તપાસ બાદ વધુ કહી શકશે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ કહારના ઘર નજીક રહેતી કિશોરી સાથે પ્રેમસંબંધ હતો. આરોપી રાજ કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ધમકાવતો હતો કે, મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ. 14મીએ બપોરના સમયે આરોપીની માતા વનિતા કહારે સુનીતાને ઈશારો કરી પોતાના ઘરે બોલાવી હતી. પછી પુત્ર સાથે કિશોરીને ઘરના રૂમ મોકલી દીધા હતા. ત્યારબાદ દરવાજા પર પોતે પહેરો ભરતી હતી. રાજે જબરદસ્તી રૂમમાં કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
જાણવા મળ્યું છે કે, કિશોરીએ પોતાના પરિવારને તમામ હકીકત જણાવતાં માતા-પુત્રએ કિશોરી અને તેના પરિવારને માછીવાડમાંથી માણસનો બોલાવી મારવાની ધમકીઓ આપી હતી. જોકે, આ સમગ્ર મામલે કિશોરીનાં પરિવારજનો દ્વારા અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા આરોપી રાજ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી માતા-પુત્રની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.