સુરત (Surat) માં વધુ એક પરિવાર પોતાની સંપત્તિ છોડી દીક્ષા લેવા તૈયાર થયો છે. છેલ્લા થોડા સમયમાં ઘણા પરિવાર એવા છે, જેમણે લાખો કરોડોની સંપત્તિ છોડી સંયમના માર્ગે તરફ વળ્યા છે. આજે ફરી એક સુરતના વેસુ (Vesu) વિસ્તાર નો પરિવાર કરોડોની સંપતિ છોડી દીક્ષા ગ્રહણ કરશે.
મળતી માહિતી અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં રહેતા પરિવારે દીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. ડાયમન્ડ બિઝનેસ અને કરોડોની સંપત્તિ હોવા છતાં આ પરિવારે દરેક સંપત્તિનો ત્યાગ કરી સંયમના માર્ગે તરફ પ્રસ્થાન કર્યું છે. વેસુ વિસ્તારના નંદનવન સોસાયટીમાં રહેતા નિરવભાઈ વલાણી અને તેમનો પરિવાર ટૂંક જ સમયમાં દીક્ષા ગ્રહણ કરશે.
મૂળ ધાનેરાના નિરવભાઈ, તેમની પત્ની સોનલબેન અને તેમની દીકરી વિહા તેમ એક સાથે આખો પરિવાર સંયમના માર્ગે તરફ પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે. જાણવા મળ્યું છે કે, સોનલબેન અને તેમની દીકરી વીહા આવતી 10 ફેબ્રુઆરીના રોજ મહાવીર કોલેજની બાજુમાં બનેલા ડોમમાં રજોહરણ ગ્રહણ કરશે. અને નીરજભાઈ આવતી 17મી તારીખે આંધ્રપ્રદેશના તેનાલી ખાતે મુનિરાજ ગુણહંસવિજય મહારાજના હસ્તે રજોહરણ ગ્રહણ કરશે.
નિરવભાઈ જણાવ્યું કે, મારી દીકરી વિહા છેલ્લા ચાર વર્ષથી મહારાજ પાસે સંયમ જીવન જીવવા ની તૈયારી કરી રહી હતી. છેલ્લા બે વર્ષથી તો હવે પણ મહારાજ પાસે અવારનવાર જતા હતા. ત્યારબાદ દરેકે નક્કી કર્યું કે, હવે આપણે એક સાથે દીક્ષા લઈને સંયમનું જીવન જીવીએ. તમને જણાવી દઈએ કે, વિહાએ માત્ર ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે, પરંતુ વિહાને સંસ્કૃત ના 1,500 થી વધુ શ્લોકો કંઠસ્થ છે. નિરવભાઈ વધુમાં કહેતા જણાવે છે કે, મારી દીકરીને મોબાઈલ ફોન નો ખૂબજ શોખ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.