સુરત(ગુજરાત): હાલમાં સુરતમાંથી એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરમાં અવારનવાર નોકર ચોરીના કિસ્સાઓ બનતા રહે છે. લોકો ઘરે કામવાળી તો રાખે છે પરંતુ તેના પૂરતા બાયોડેટા લેતા નથી. ત્યારે આવો જ એક કિસ્સો ન્યુ સીટીલાઈટ વસંત વિહાર સોસાયટીમાં બનાવ પામ્યો છે. કામની શોધમાં લુમ્સ કારખાનેદારના ઘર સુધી પહોંચેલી બે કામવાળી મહિલાઓને ખાતેદારે કામ પર તો રાખી લીધી હતી. પરંતુ, બંને કામવાળી મહિલાઓએ માત્ર ચાર જ દિવસમાં પોત પ્રકાશ્યુ હતું.
જાણવા મળ્યું છે કે, ખાતેદાર તેની પત્ની સાથે પુજાનો સામાન ખરીદી કરવા માટે બજારમાં ગયો હતો તેનો લાભ ઉઠાવીને બંને નોકરાણીએ ઘરના કબાટમાંથી રોકડા રૂપિયા 1.78 લાખ તેમજ 16 લાખના દાગીના મળી કુલ રૂપિયા 18 લાખની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જેથી આખરે બાદમાં ખાતેદારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા નોકર ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ન્યુ સીટીલાઈટ વસંત વિહાર સોસાયટીમાં રહેતા સંજયભાઈ જયવદન જરીવાલા ઉધના મગદલ્લા રોડ સોસીયો સર્કલ પાસે એસ.કે. ઈન્ડસ્ટ્રીઝમાં પાવર લુન્સનું ખાતુ ધરાવે છે. સંજયભાઈના મકાનમાં એક મહિના પહેલા નોકરાણી કામ છોડીને ચાલી ગઈ હતી અને તેઓ બીજી નોકરાણી શોધી રહ્યા હતા.
આ દરમિયાન તા. 22મીના રોજ 35થી 40 વર્ષની કાજલ અને પિંકી નામની નોકરાણી તેમના ઘરે કામ પુછવા માટે આવતા તેણે બંનેને નોકરી પર રાખી લીધી હતી. આ દરમિયાન તા. 26મીના રોજ સવારે પોણા અગિયાર વાગ્યે સંજયભાઈ તેની પત્ની પીનલ સાથે પુજાનો સામાન ખરીદવા માટે ગયા હતા.
આ દરમિયાન, કાજલ અને પીક્રીએ મોકાનો ફાયદો ઉઠાવી કબાટમાંથી રોકડા 1.78 લાખ અને રૂપિયા 16.22 લાખના દાગીના મળી કુલ રૂપિયા 18 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે અવાયું છે. પૂજાના સામાનની ખરીદી કરીને સંજય ઘરે આવતા તેમણે ચોરી થયાની જાણ થઇ હતી. જેથી તેમણે આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસના સ્ટાફ સાથે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં પોલીસ દ્વારા બંને નોકરાણી સામે નોકર ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.