મોબાઇલની દુકાનમાં ચોરી કરવા માટે છાપરે ચડયો ચોર, પરંતુ પતરામાં ગળું ફસાઈ જતાં નીપજ્યું કરુણ મોત

ગાંધીનગર(ગુજરાત): ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલ GIDCમાં આવેલી મોબાઇલની દુકાનમાં ચોરી કરવા માટે ચોર દુકાનના પતરાની છત પર ચડ્યો હતો. આ દરમિયાન અડધા ફૂટ જેટલું પતરૂ…

ગાંધીનગર(ગુજરાત): ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલ GIDCમાં આવેલી મોબાઇલની દુકાનમાં ચોરી કરવા માટે ચોર દુકાનના પતરાની છત પર ચડ્યો હતો. આ દરમિયાન અડધા ફૂટ જેટલું પતરૂ ઊંચુ કરી અંદર જવા માટે કોશિશ કરતો હતો. ત્યારે તેનું ગળું પતરામાં ફસાઈ જતા શરીરનો બીજો ભાગ નીચે લટકી રહ્યો હતો. તેના કારણે ગળાના ભાગે ગંભીર ઈજા પહોચવાને કારણે ચોરનું વિચિત્ર સ્થિતિમાં મોત થયું હતું. કલોલ તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસીમાં ચોરીના ઈરાદે છત પરથી દુકાનમાં ઘૂસવાની કોશિશ કરનાર ચોર વિચિત્ર રીતે મોતને વળગી પડ્યો હતો. કલોલના બોરીસણા રોડ શિવમ પ્લાઝામાં રહેતા યજ્ઞેશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ છત્રાલ જીઆઈડીસી કેપિટલ ચોકડી લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટ રોડ પર નવકાર મોબાઇલ નામની એક દુકાન સ્થિત છે.

ગત તા. 9મી ઓગસ્ટના રોજ યજ્ઞેશભાઈ રોજની જેમ જ સવારે દુકાન પર આવ્યા હતા અને દુકાનનું શટર ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈ તે ચોકી ગયા હતા. તેમની દુકાનની છતમાં એક વ્યક્તિ ગળા સિવાયના ભાગથી લટકી રહ્યો હતો. જેનાં કારણે તેઓએ તાત્કાલિક તેમના પિતાને પણ દુકાને બોલાવ્યા હતા.

ત્યારબાદ પિતા પુત્રએ દુકાનની છત પર ચડીને તપાસ કરતા છતનું પતરૂ અડધા ફૂટ જેટલું ખુલ્લું હતું અને વ્યક્તિના બંને હાથ ઉપર અને તેનું ગળું પતરાની ધારમાં ફસાયેલુ હતું. તેમજ દુકાનમાં નીચે બાકી શરીરનો ભાગ લટકતો હતો. આ દ્રશ્ય જોઈ પિતા પુત્ર પણ શોક થઈ ગયા હતા.

આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોચી આવ્યા હતા. ત્યારે તપાસ કરતા માલુમ પડેલું હતું કે, મરનાર ચોર મેક્સિમા કંપનીની કોલોનીમાં રહેતો 26 વર્ષીય અર્જુન છોટે કોલ હોવાનું જાણવા મળ્યું હતું. જે રાજુભાઈના ત્યાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં કલોલ તાલુકા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોચીને મૃતકની લાશને નીચે ઉતારી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *