તારક મહેતાના નટુ કાકાની પત્ની એટલી ખુબસુરત છે કે.., ફોટા જોઇને આંખે અંધારા આવી જશે

Published on: 5:07 pm, Fri, 23 April 21

TVની દુનિયામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલનો ડંકો ઘરે-ઘરે વાગી રહ્યો છે. આ સિરિયલ કરોડો લોકોને ભરપુર હાસ્ય પુરૂ પાડી રહી છે. તો તેની સામે શોના દરેક પાત્રો પણ તેની સાથે આત્મીયતાથી જોડાઈ ગયાં છે. 12 વર્ષથી શોએ ટીઆરપીની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જોકે, આમાંના ઘણા પાત્રો એવા છે કે તે બીજો કોઈ શો કરવાનો વિચાર પણ નથી કરતો.

તમને જણાવી દઈએ કે, આ શો આજે ઘર ઘરમાં વધારે લોકપ્રિયતા મેળવી ચુકેલી એકમાત્ર શો છે. આ શો લોકો ખૂબ જ પસંદ કરતા આવ્યા છે. આ શો લોકોને હાસ્ય સાથે સારું એવું મનોરંજન આશરે 13 વર્ષથી પૂરું પાડતી આવી છે.આ સિરીયલે લોકોના હૃદયમાં એક અલગ જ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.આ શોમાં રહેલા દરેક પાત્રએ પોતાની શાનદાર કોમેડીથી હંમેશા દર્શકોને હસાવતા આવ્યા છે.

natu kaka ghanshyam nayak family wife son » Trishul News Gujarati Breaking News

તારક મહેતાશોના દરેક પાત્રો પણ ઘણા અનોખા છે.જે લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.આવી સ્થિતિમાં આજે તમને એક પાત્ર નટ્ટુ કાકાના જીવન સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, સીરીયલમાં નટ્ટુ કાકાનો રોલ પ્લે કરનાર ઘનશ્યામ નાયકનું જીવન ખુબ જ સંઘર્ષભર્યું છે.

natu kaka ghanshyam nayak family » Trishul News Gujarati Breaking News

નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની દુકાનમાં કામ કરતા જોવા મળે છે. તેમની આ ભૂમિકા લોકો ખુબ જ પસંદ કરતા આવ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, 75 વર્ષના આ અભિનેતાએ 55 વર્ષ સુધી મનોરંજનની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

એવું કહેવામાં આવે છે કે ,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઉપરાંત 350 થી વધુ હિન્દી સિરિયલોનું ગૌરવ પણ બની ચુક્યા છે. અને તે હમેશા તેમના અભિનય માટે જાણીતા રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હિન્દી સિરિયલોમાં દેખાતા ઘનશ્યામ નાયકે ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનું આગવું પ્રદશન દેખાડી ચુક્યા છે.

natu kaka ghanshyam nayak family wife » Trishul News Gujarati Breaking News

સામાન્ય રીતે જોવામાં આવે તો ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પોતે ઘણું યોગદાન આપી ચુક્યા છે.તેમની આ સફળતા પાછળ તેમના પણ ઘણા સંઘર્સો છુપાયેલા છે.ઘનશ્યામ નાયક આજે ખૂબ પ્રખ્યાત છે પરંતુ એવું કહેવામાં આવે છે કે 3 રૂપિયા કમાવવા માટે 24 કલાક કામ કરતા હતા.

ઘનશ્યામ નાયકે એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતે એવું જણાવ્યું હતું કે, હિન્દી સિનેમામાં ભૂતકાળમાં 10-15 વર્ષનો અભાવ હતો.પરિસ્થિતિ એવી હતી કે અમુક સમયે તેઓને તેમના વેતનથી વંચિત રહેવું પડતું હતું.તેણે વધુમાં જણાવ્યું હતું કે તેને માત્ર 3 રૂપિયા કમાવવા માટે 24-24 કલાક કામ કરવું પડ્યું હતું.

ઘનશ્યામ નાયકે વધુમાં જણાવતા કહ્યું હતું કે, મને નાનપણથી જ અભિનેતા બનવાની ઇચ્છા હતી. જેને કારણે 7 વર્ષની વયે ફિલ્મ માસૂમમાં બાળ કલાકાર તરીકે જોવા મળ્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસા ન મળવાના કારણે તેને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો.પરંતુ પોતે પોતાની મહેનત છોડી ન હતી.તેમણે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં નાના પણ ઉત્તમ પાત્રો ભજવ્યાં.પરંતુ જ્યારે ઘનશ્યામ સબ ટીવીની લોકપ્રિય સિરિયલ તારક મહેતાના ઉલટા ચશ્માંનો ભાગ બન્યા પછી તેમનું જીવન અચાનક બદલાઈ ગયું હતું.

આજના સમયમાં ઘનશ્યામ નાયક પોતે મુંબઈ શહેરમાં 2-2 ઘર ધરાવે છે.તમને જણાવી દઈએ કે 1969 નિર્મલાદેવી સાથે ઘનશ્યામ નાયકએ લગ્ન કર્યાં હતાં.ઘનશ્યામ નાયકના પરિવારમાં પત્ની, બે દીકરીઓ તથા એક દીકરો છે.જયારે તેમની પત્નીની વાત કરવામાં આવે તો તે આજે પણ દેખાવમાં ઘણી સુંદર છે.તે હમેશા લાઈટલાઈમથી દૂર રહેવું વધારે પસંદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.