કોવીડ ICU વોર્ડમાં નર્સે એવો ડાન્સ કર્યો કે, મુરજાઇ ગયેલા દર્દીઓના ચહેરા ખીલી ઉઠ્યા -જુઓ વિડીયો

કોરોનાના દર્દીઓના મોત મોટા ભાગે તેમનામાં રહેલી નકારાત્મક વિચારણાને કારણે થતા હોય છે. આ દરમિયાન ખાનગી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કોરોના સંક્રમિતોના ચહેરા પર હાસ્ય લાવવા માટે એક મેલ નર્સે પીપીઈ કીટ પહેરીને મ્યુઝીક સાથે જબરદસ્ત ડાન્સ કર્યો હતો. આ દરમિયાન દર્દીઓએ પણ પોતાના બેડ પર ડાન્સ અને મ્યુઝિકનો આનંદ માણ્યો હતો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતો હંમેશા કોરોના દર્દીઓને સલાહ આપતા રહે છે કે, જેમ બને તેમ પોતાને દબાણ અને તણાવથી દુર રાખો. જેનાથી બીમારીને હરાવવામાં સફળતા પ્રાપ્ત થાય છે. આ દરમિયાન કેટલાક લોકોએ મેલ નર્સ દ્વારા કરવામાં આવેલા ડાન્સનો વિરોધ પણ કર્યો હતો. પરંતુ, વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે દર્દીઓ ડાન્સ અને મ્યુઝિકનો ખુબ જ આનંદ માણી રહ્યા છે.

આ ઉપરાંત વિડીયોમાં એ પણ જોઈ શકાય છે કે, મેલ નર્સ એક મહિલા દર્દીનો હાથ પકડીને તેને પણ ડાન્સ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને દર્દી પણ ડાન્સ કરવાનો પ્રયત્ન કરે છે. મેલ નર્સના આ પ્રયાસથી આઇસીયુ રૂમનો માહોલ બદલાઈ ગયો હતો. આ દરમિયાન થોડા સમય માટે દરેક દર્દીઓ પોતાની તકલીફો ભૂલી ગયા અને મસ્તી કરવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હોસ્પિટલ સ્ટાફના ઘણા સભ્યો દ્વારા કરવામાં આવતા મનોરંજનને જોઇને દર્દીઓ પણ તાળીઓ પડતા હતા. આ ઉપરાંત આમ કરવાથી દર્દી અને સ્ટાફ વચ્ચે ગાઢ સંબંધ પણ બંધાઈ શકે છે. જણાવી દઈએ કે, સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે મૃત્યુ આંક પણ સતત વધી રહ્યો છે. આ દરમિયાન જો દર્દીને આ રીતે પોઝીટીવ એનર્જી અને ચહેરા પર હાસ્ય લાવવામાં આવે તો મૃત્યુ આંક ઘટી પણ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *