છેલ્લા ઘણા દિવસોથી ડૂબી જવાને કારણે મોત થયા હોય, તેનો આકડો ખુબ જ વધતો જણાઈ રહ્યો છે. ત્યારે હાલ વધુ એક દુર્ઘટનાના સમાચાર મળી આવ્યા છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ઘોરડોંગરી(Ghordongari) વિસ્તારના ભોગાઈ ખાપામાં શુક્રવારે તળાવમાં ડૂબી ગયેલા બે માસૂમ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એક બાળકીનો આબાદ બચાવ થયો હતો. પોલીસે આજે પીએમ કરાવી લાશને સ્વજનોને સોંપી હતી. મૃતકો બંને સગા ભાઈ-બહેન હતા.
મળતી માહિતી અનુસાર, ગ્રામીણ રામદાસ ધુર્વેના ઘર પાસે પંચાયતી તળાવ છે. શુક્રવારે સાંજે રામદાસ ધુર્વેના બંને બાળકો વિજય ધુર્વે (8) અને વિદ્યા ધુર્વે (10) ન્હાવા ગયા હતા. ગામની અનિતા ધુર્વે (27), નીતુ (14) પણ તેની સાથે હતી. તળાવમાં ન્હાવા જતા વિજય અને વિદ્યા તળાવમાં ડૂબી ગયા હતા. જયારે બીજી તરફ અનીતાને તળાવમાં ડૂબતી જોઈને સ્થળ પર પહોંચેલા ગ્રામજનોએ તેને કોઈક રીતે બચાવી લીધી હતી.
આ દરમિયાન નીતુ પોતાની સાથે આવેલા બાળકોને ડૂબતા જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને ભાગી ગઈ હતી. ગઈકાલે રાત થઈ ગઈ હોવાથી બાળકોના મૃતદેહ મળી શક્યા ન હતા. આજે ચોપના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને ભાઈ-બહેનના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ઘોરડોંગરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.