મંદિરમાં ઉજવાઈ રહ્યો હતો ભવ્ય ઉત્સવ, અચાનક જ ક્રેન પડી ને… ચારેબાજુ થયો લાશોનો ઢગલો- જુઓ LIVE વિડીયો

તમિલનાડુ(Tamil Nadu)ના રાનીપેટ(Ranipet) જિલ્લામાં રવિવારે મોડી રાત્રે અરક્કોનમમાં મંદિર(Arakkonam Temple)ના ઉત્સવ દરમિયાન અચાનક ક્રેન તૂટી(Crane collapse) પડતાં ચાર લોકોનાં મોત(Four dead) થયાં હતાં અને ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયાં હતાં. હાલમાં આ દર્દનાક અકસ્માતનો વિડીયો(Accident video) સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, મંદિરની આસપાસ ભક્તોને લાવવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને આ દરમિયાન જ અકસ્માત થયો ત્યારે કેટલાક શ્રધ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે ભેગા થયેલા લોકો પાસેથી ફૂલોની હાર માળા લઈ રહ્યા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘ક્રેન અચાનક પડી ગઈ અને ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ઇજાગ્રસ્ત સાત લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એકનું સારવાર દરમિયાન સવારે મોત થયું હતું.

અકસ્માતમાં એસ ભૂપાલન (40), બી જોતિબાબુ, કે મુથુકુમાર અને ચિન્નાસામી નામના કુલ ચાર વ્યક્તિઓના મોત થયા છે. આ ઘટના રાત્રે લગભગ 8.15 કલાકે બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના સેંકડો લોકો નેમિલીના મંડી અમ્માન મંદિરમાં કાર્યક્રમ માટે એકઠા થયા હતા. આ અકસ્માત માયલેરુમાં એક કાર્યક્રમ દરમિયાન થયો હતો, જ્યાં લોકોએ ક્રેન પર સવાર થઇને મંદિરની મૂર્તિઓને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન જ એક ભયાનક ઘટના બની હતી. હાલમાં તો પોલીસ દ્વારા ક્રેન ડ્રાઇવરની ધરપકડ લેવામાં આવી છે.

એક રીપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, અકસ્માતમાં એક બાળકી સહિત લગભગ 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને પુન્નઈ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અરક્કોનમ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે ક્રેનની આજુબાજુ 1500 જેટલા શ્રદ્ધાળુઓ હાજર હતા. નેમિલી જિલ્લા કલેક્ટર સુમાથી, ગ્રામ વહીવટી અધિકારી મણિકંદન અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *