ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી- જાણો શું છે સમગ્ર મામલો

મુંબઈ(Mumbai)ની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ(Dhirubhai Ambani International School)માં બોમ્બ(bomb) હોવાની ધમકી મળી છે. મંગળવારે સ્કૂલને ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ સ્કૂલને ઉડાવી…

મુંબઈ(Mumbai)ની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ(Dhirubhai Ambani International School)માં બોમ્બ(bomb) હોવાની ધમકી મળી છે. મંગળવારે સ્કૂલને ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે 4.30 વાગ્યે સ્કૂલની લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો.

ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ બોમ્બ લગાવ્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી ફોન કરનારે કોલ કાપી નાખ્યો હતો. ફોન કોલ બાદ શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. આ ફોન કૉલ પછી તરત જ, શાળા પ્રશાસને સ્થાનિક પોલીસને તેની જાણ કરી હતી.

શાળાની ફરિયાદના આધારે, BKC પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ફોન કરનાર સામે IPCની કલમ 505 (1) (b) અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. દરમિયાન, મુંબઈ પોલીસે કહ્યું કે તેઓએ ફોન કરનારને શોધી લીધો છે અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરશે.

ગયા વર્ષે ઑક્ટોબરમાં HN રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલને ધમકીભર્યો કૉલ આવ્યો હતો જે દરમિયાન અજાણ્યા કૉલરે હૉસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.

નીતા અંબાણી છે સ્કૂલના ચેરપર્સન:
તમને જણાવી દઈએ કે BKC સ્થિત ધીરુભાઈ અંબાણી સ્કૂલ (DAIS) દેશની સૌથી પ્રખ્યાત ખાનગી શાળાઓમાંની એક છે. આ સ્કૂલના ચેરપર્સન નીતા અંબાણી છે. આ શાળાની સ્થાપના લગભગ 20 વર્ષ પહેલા 2023 માં કરવામાં આવી હતી અને તેમાં LKG થી પોસ્ટ માધ્યમિક સ્તર સુધીનું શિક્ષણ છે. શાળા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને લગભગ 1,30,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. શાળામાં દરેક વર્ગખંડમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ડિસ્પ્લે અને લેખન બોર્ડ છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ, લોકર અને એસી વગેરેની પણ વ્યવસ્થા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

One Reply to “ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી- જાણો શું છે સમગ્ર મામલો”

  1. At the beginning, I was still puzzled. Since I read your article, I have been very impressed. It has provided a lot of innovative ideas for my thesis related to gate.io. Thank u. But I still have some doubts, can you help me? Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *