હાલમાં જેમ-જેમ કોરોના મહામારીમાં સતત ફેલાવો થતો જઈ રહ્યો છે એમ-એમ મોંઘવારીમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. શાકભાજીથી માંડીને પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ રહેલો વધારો સામાન્ય જનતાની કમર તોડી રહ્યો છે. હાલના સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં એટલો વધારો આવ્યો છે કે, લોકો વિચાર કરી રહ્યા છે કે, આજે પુરાવવું કે નહિ? દેશના અમુક ભાગોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા સુધી પહોંચી શકે છે. દેશમાં પેટ્રોલની કિંમત છે તેમાંથી ૬૦ ટકા ટેક્સ નાખવામાં આવ્યો છે.
પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત વધારો થવાંથી સામાન્ય વ્યક્તિ ભલે હેરાન થાય પણ સરકારની આવકમાં 300% નો વધારો નોંધાયો છે. રાજ્ય કક્ષાનાં નાણા પ્રધાન અનુરાગ ઠાકુરે એક પ્રશ્નનાં લેખિત જવાબમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આવી એનાં પહેલા વર્ષ 2014-15 દરમિયાન પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીથી 29,279 કરોડ રૂપિયા તથા ડીઝલ પર 42,881 કરોડ રૂપિયા મળ્યા છે.
ચાલુ વર્ષ 2020-21નાં પહેલાનાં 10 મહિના વખતે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ કલેક્સનમાં વધારો થઈને 2.94 લાખ કરોડ રૂપિયા થઇ ગયું હતું. સરકાર દ્વારા સોમવારની લોકસભામાં આ જાણ કરવામાં આવી હતી. બીજી બાજુ, ચૂંટણી ધરાવતા રાજ્ય આસામના જોરહાટ જિલ્લામાંથી માહિતી મળી આવી હતી કે, રસોઈ ગેસના ખર્ચને લીધે મહિલા શ્રમિકોએ લાકડા સળગાવવાનું શરૂ કરી દીધું છે.
કેન્દ્રને 10 મહિનામાં 2.94 લાખ કરોડની આવક :
નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં કહ્યું હતું કે, કેન્દ્રમાં ભાજપ સરકારના પ્રથમ જ વર્ષમાં 2014-15 માં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાંથી 29,279 કરોડ રૂપિયા તથા ડીઝલ પર 42,881 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ 10 મહિનામાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સની વસૂલાતમાં વધારો કરીને 2.94 લાખ કરોડ કરી દેવામાં આવ્યો છે.
ગેસનો બાટલો મોંઘો થયો થતા ચાનાં બગીચામાં કામ કરતી મહિલાઓ ચુલો ફુંકવા બની મજબુર:
જો કે, ગેસ સિલિન્ડર મોંઘા થતા અસહ્ય મોંઘવારીથી ત્રસ્ત આસામમાં આવેલ જોરહાટ જિલ્લાનાં ચાનાં બગીચામાં કામ કરતી શ્રમિક મહિલાઓ ગેસને બદલે રસોઇ બનાવવા માટે ફરીથી લાકડા સળગાવવાનું શરૂ કરી દીધું છે. કારણ કે, તેમને ચાનાં બગીચામાં સંપૂર્ણ દિવસ મજુરી કરવા છતાં ફક્ત 173 રૂપિયા જ મહેનતાણું મળે છે તેમજ ગેસ સબસિડી પણ બંધ થઇ ગઇ હોવાને લીધે ગેસનો બાટલો તેમને પોસાય તેમ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle