મહેસાણા નજીક કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતાં 2 જીગરી મિત્રોના ઘટના સ્થળે જ મોત

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આવા સમયે વાહનચાલકોએ તકેદારી રાખવાની ખુબ જરૂર રહેલી છે. જેને લીધે આવી ઘટનાઓમાં નિયંત્રણ લાવી શકાય. આવી જ અન્ય એક માર્ગ અકસ્માતની ઘટના રાજ્યમાં આવેલ મહેસાણા જીલ્લામાંથી સામે આવી રહી છે.

ખેરાલુ પાલનપુર રોડ પર આવેલ વાલાપુરા ગામ પાસે ઇકો ગાડી તથા બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2 મિત્રોના કરુણ મોત થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે તેમજ એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ચાણસોલ ગામના 2 નવયુવાન પ્રતિક પ્રજાપતિ તથા નિકુંજ સથવારા આ બને યુવાન ગેસની બોટલ ભરાવવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ખેરાલુ પાલનપુર માર્ગ પર બેફામ ઇકો ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માતની જાણ થતાંની સાથે જ આજુબાજુથી લોકો પહોંચી ગયાં હતા.

આની સાથે જ એમ્બ્યુલન્સને જાણ કરતા 108ની ટિમ ઘટના સ્થળ પર આવી ગઈ હતી. માર્ગ અકસ્માતની આ ઘટનામાં પ્રતિક પ્રજાપતિ નામના યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેના મિત્ર નિકુંજ સથવારાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે વડનગર લઈ જવામાં આવ્યો હતો.

ત્યારબાદ આગળની સારવાર અર્થે વિસનગરની નુતન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેમાં સારવાર વખતે નિકુંજનું પણ મોત થયું હતું. જેને લીધે ડોકટરે વિસનગર પોલીસને જાણ કરતા અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

બને વચ્ચે હતી ગાઢ મિત્રતા :
પ્રતીક તથા નિકુંજની વચ્ચે ગાઢ મિત્રતા હતી. જેમાં બંને એકસાથે અભ્યાસ અર્થે જઈ રહ્યાં હતા. આની સાથે જ બને મિત્રો ITI પણ જોડે કરતા જતા. કોઈપણ જગ્યાએ બંને એક સાથે જતા હતાં. પરિવારના જણાવ્યા પ્રમાણે બને મિત્રો વચ્ચે એટલી ગાઢ મિત્રતા હતી કે બને એક બીજા વગર પણ રહી શકતા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *