કોરોનાવાયરસને કારણે આખા દેશમાં lockdown છે અને તૈયાર થયેલા પાકની કાપણી સહિત બીજા અન્ય કામો પણ નથી થઇ શકતા. આ વચ્ચે ઉત્તર પ્રદેશમાં ઉત્તર ભારતમાં વરસાદ, તોફાન અને કરાથી ખેડૂતોને ખૂબ નુકસાન પહોંચ્યું છે. આ વચ્ચે બુંદેલખંડના એક ખેડૂત પરિવારે સૂકી જમીન પર કેસરની ખેતી કરી રાહત ભરી ખબર આપી છે. સામાન્ય રીતે બુંદેલખંડ પોતાના દુકાળગ્રસ્ત વિસ્તાર માટે જાણીતો છે. પરંતુ આ ખેડૂત પરિવારે કેસરની ખેતી કરી બુંદેલખંડના ખેડૂતોને નવી આશા જગાવી છે.
બુંદેલખંડના જલોનના માધવગઢ તાલુકાના ગામ સિરસા દોગડી માં એક ખેડૂતે પોતાની બે વિઘા જમીનમાં કેસરની ખેતી કરી અને લગભગ દોઢ ક્વિંટલ કેસર ઉગાડ્યું. કેસરની ખેતીના જાણકારોનું માનીએ તો બજારમાં તેની કિંમત લગભગ ૩૫ લાખ રૂપિયા છે. આનાથી ખેડૂતને મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બુંદેલખંડમાં આવો ચમત્કાર જોઈ ને ખેડૂત અને ખેતીના જાણકાર ઓ અચંબામાં છે.કેસરની ખેતી સામાન્ય રીતે કશ્મીરમાં થાય છે પરંતુ કેસરની ખેતી બુંદેલખંડની માટીમાં પણ થઈ શકે છે, આ વિચારી ખેડૂતો ખૂબ ઉત્સાહ અને તેમને એવું લાગવા લાગ્યું છે કે કદાચ ભગવાને તેમને સંજીવની પ્રદાન કરી છે. જેનાથી તે પોતાની મુશ્કેલીઓ અને કરજ સહેલાઇથી ચૂકવી શકે છે.
ખેડૂતોના આ સફળ પ્રયાસ પર ભારતીય ખેડૂત યુનિયનના પ્રદેશ અધ્યક્ષ રાજવીરસિંહ જણાવે છે કે ખેડૂતે કેસરની ખેતી કરી બધાને ચકિત કરી દીધા છે. આ પરિવારે બુંદેલખંડના ખેડૂતોની આન, બાન અને શાન ને વધારી છે. અમને આ ખેડૂત પર ગર્વ છે.અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે બુંદેલખંડમાં ખેડૂતોની પરિસ્થિતિને સુધારવી હોય તો આવા લોકોને બીજ અને બજાર ઉપલબ્ધ કરાવવા જોઈએ, જેનાથી બુંદેલખંડનો ખેડૂત તે કરીને બતાવે છે દુનિયા આખી જોશે.
ખેડૂત રવિ કુમાર અને રામ બલી સિંહનું કહેવું છે કે કેસરને ઓર્ગેનિક રીતથી ઉઘાડયું છે. તેમાં છાણીયું ખાતર નાંખવામાં આવ્યું છે.કેસરના વેચાણ પહેલા દિલ્હીના સ્ટાન્ડર્ડ એનાલીટીકલ લેબોરેટરીમાં તેની ગુણવત્તાની તપાસ કરવાની બાકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news