કોરોના મહામારી હજુ ચાલુ છે ત્યારે લોકોને કોરોના ગાઇડલાઇન પાલન કરવા માટે તંત્ર અને સરકાર દ્વાર અનેક વખત સૂચના આપવામાં આવી છે અને જો લોકો તેનું પાલન નથી કરતા તો તત્ર દ્વારા દંડને પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે ગઇકાલે એટલે બુધવારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ પાણી-ગટર લાઇનના ખાતમુહૂર્તમાં ધારાસભ્યની હાજરીમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. સામાન્ય માણસ નિયમ નથી તોડતો પરંતુ નેતાઓ માટે જાણે કોઇ નિયમ જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે હજુપણ કોરોનાની વેક્સીન નથી આવતી ત્યાં સુધી કોરોના ગાઈડલાઇનનું લોકોએ પાલન કરવાની સૂચના તંત્ર અને ખાસ કરીને સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્યારે સરકારી અધિકારીઓથી લઇ નેતાઓ અને ધારાસભ્યો ખુલ્લેઆમ સરકારી ગાઇડલાઇનનાં ધજાગરા ઉડાવે છે. નેતાઓ પોતાની બર્થ-ડે પાર્ટીથી લઇ લગ્ન સમારંભોનું આયોજન કરે છે. ત્યારે આવીજી નિયનોની ઐસીતેસી કરવાની એક ઘટના સામે આવી છે. સુરતના કટારગામ વિસ્તારમાં આવેલા ડભોલી ખાતે પાણી-ગટર લાઇનના ખાતમુહૂર્ત બુધવારે કરવામાં આવ્યુ હતું.
જોકે, આ પ્રસંગે સ્થાનિક લોકોએ પહેલા એક વરઘોડો કાઢ્યો હતો અને આ વરઘોડામાં કટારગામ વિસ્તારના ઘારાસભ્ય વિનુ મોરડીયા પણ સામેલ થઈ ગયા હતા. જોકે આ ખાતમુહૂર્તમાં આ ધારાસભ્ય કોરોના ગાઇડલાઇન ભૂલી ગયા હતા અને તેમની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટના સ્થાનિક લોકો દ્વારા મોબાઈલમાં કેદ કરી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં લોકો કહે છે કે, જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. માસ્કના નામે ડભોલી બ્રીજ પાસે મસમોટો દંડના ઉઘરાણા કરતી સીંગણપોર પોલીસ શું ઘારાસભ્ય પર કાર્યવાહી કરશે..? વીડિયો વાઈરલ થયા બાદ લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે, સામાન્ય લોકો સામે કાર્યવાહી થાય છે ત્યારે આ નેતાઓ સામે કાર્યવાહી થશે? આ વીડિયોમાં નાની બાળકો પણ નજરે પડી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle