સુરત પુણા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.પૂણાગામમાં આવેલ વિક્રમ નગરમાં રહેતા એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસ થી ગળે ફાસો ખાઈ કરી લીધી આત્મહત્યા. પોતાના બનેં હાથ પાછળની સાઈડથી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુકાંવ્યું.
વ્યાજખોરોના ત્રાસથી લોકડાઉનમાં આ પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. સુસાઈડનોટમાં એમ પણ લખ્યું છે કે મારા મર્યા પછી કોઈ ને એક પણ રૂપિયો આપવો નહી અને મારી માંનું ધ્યાન રાખજો.
સમયસર વ્યાજ ભરતો હોઈ પણ લોકડાઉંન દરમિયાન ધંધો નહિ હોવાથી રૂપિયા નહીં આપી શકતા વ્યાજખોરો ત્રાસ આપતા હોવાનો નોટમાં ઉલ્લેખ કરાયો છે.એટલું જ નહીં વ્યાજખોરો એ બે દિવસ માં રૂપિયા નહિ આપે તો જાનથી મારી નાખવાની આપી હતી ધમકી.
લોકડાઉન દરમિયાન ઘણા લોકોએ ભૂખમરો અને ગરીબીના કરાણે આત્મહત્યા કર્યા ની ઘટના સામે આવી રહી છે. એવામાં વ્યાજખોરો નો પણ આતંક સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news