સુરત શહેરમાંથી અવારનવાર ક્રાઈમની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે સલાબતપુરામાં ટોબેકોના ગોડાઉનમાં થયેલ ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. આની સાથે પોલીસે 6.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મળેલ બાતમીને આધારે પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યા:
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ જણાવે છે કે, આગામી 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત રહે તેમજ હિસ્ટ્રી શીટર સાથે MCR કાર્ડ ધારકો ચેક કરવા માટે ખાસ કોમ્બિંગ નાઈટનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં યુનિક હોસ્પિટલ BRTS ચાર રસ્તા પરથી એક ઓટો રિક્ષા (GJ-05-BW-9812)માં વિવિધ સિગારેટના બોક્ષ તથા રજનીગંધાના બોક્ષની સાથે 2 ઈસમો પસાર થઈ રહ્યા હોવાની બાતમીને આધારે પોલીસ દ્વારા બન્નેને પકડી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી પોલીસને 6 લાખથી વધુનો ટોબેકો મળી આવ્યો હતો.
અલગ-અલગ વસ્તુની ઘરફોડ ચોરી પણ કરી હોવાની કબૂલાત:
વધુમાં કહ્યું હતું કે, ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઈન્સ્પેકટની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ આ ટોબેકો નિકુંજ ટ્રેડસની દુકાનના ગોડાઉનમાંથી ચોરી કર્યો હોવાની કબૂલાત કરવામાં આવી હતી. બીજી અનેકવિધ વસ્તુની ઘરફોડ ચોરી કરી હોવાનું પણ કહ્યું હતું.
કબજે કરેલ મુદ્દામાલ:
અલગ-અલગ કંપનીની બ્રાન્ડેડ સીગારેટ અને બીડીનો જથ્થો કિંમત 2,70,410 રૂપિયા જયારે અનેકવિધ કંપનીની રજનીગંધા અને RHD, વિમલ પાન-મસાલાનો જથ્થો કિંમત 1,91,117 રૂપિયા અને ઓટો રીક્ષા GJ-05-BW-9812 કિંમત 1,50,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.