સુરત(Surat): શહેરમાં દિવસેને દિવસે સતત ચોરી (Theft)ની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે અને કેટલીય ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે શહેરના રીઢા ગુનેગાર બેફામ બની રહ્યા છે. કેટલાય ગુનેગારોને પોલીસ ઝડપી પાડે છે, તેમ છતાં પણ શહેરમાં તસ્કરોનો આંતક ઓછો થતો નથી. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં તસ્કરો મોબાઈલ (Mobile)ની દુકાનમાં ઘુસી મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કરી રહ્યા છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, સુરતના પુણા વિસ્તારમાં તસ્કરોનો આંતક સામે આવ્યો છે. અહીં, એક મોબાઈલની દુકાનમાં ઘૂસીને બે ચોર બિંદાસ્ત ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. આ બંને ચોરોએ મેઈન રોડ પરની જ મોબાઈલની દુકાનમાં ઘુસી મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જેને પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. તેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે બંને તસ્કરો બિંદાસ્ત ચોરી કરી રહ્યા છે. તેમજ મેઈન રોડ પર ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. હાલ આ અંગે બંને તસ્કરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.