ભારતીય બજારમાં ધૂમ મચાવવા આવી રહી છે આ 5 જબરદસ્ત SUV, જાણો અધ્યતન ફીચર્સ વિશે…

ભારતમાં SUVનું માર્કેટ સ્પેસ સતત વિસ્તરી રહ્યું છે. દરેક કાર નિર્માતા આ સેગમેન્ટમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, કોમ્પેક્ટ અને મિડસાઇઝ એસયુવી સેગમેન્ટમાં…

ભારતમાં SUVનું માર્કેટ સ્પેસ સતત વિસ્તરી રહ્યું છે. દરેક કાર નિર્માતા આ સેગમેન્ટમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, કોમ્પેક્ટ અને મિડસાઇઝ એસયુવી સેગમેન્ટમાં કંપનીઓ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા છે. આગામી દિવસોમાં કેટલીક ફુલ સાઇઝની SUV માર્કેટમાં ધમાલ મચાવશે. ફોર્ચ્યુનરથી લઈને મહિન્દ્રા સુધી, એસયુવીના નવા વેરિઅન્ટ્સ બજારમાં લોન્ચ થઈ શકે છે.

નેક્સ્ટ જેન ફોર્ચ્યુનર
ટોયોટા નેક્સ્ટ જનરેશન ફોર્ચ્યુનરને માર્કેટમાં લોન્ચ કરી શકે છે. કંપની હાલની ફોર્ચ્યુનરને અપગ્રેડ કરવા પર કામ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વર્ષના અંત સુધીમાં ફોર્ચ્યુનરનું નવું વેરિઅન્ટ માર્કેટમાં આવી શકે છે. સમાચાર અનુસાર, નેક્સ્ટ-જેન વેરિઅન્ટ ફક્ત વર્તમાન મોડલ પર આધારિત હશે.

હ્યુન્ડાઇ પેલિસેડ
Hyundai ભારતીય બજારમાં તેના SUV પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાની યોજના બનાવી રહી છે. ભારતમાં Hyundai Palisadeનું લોન્ચિંગ ઘણા સમયથી ચર્ચામાં છે. Hyundai Palisade આંતરરાષ્ટ્રીય બજારોમાં બહુવિધ એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.

વોલ્ક્સવેગન ટિગુઆન
વોલ્ક્સવેગન ટિગુઆન ઓલસ્પેસનું ફેસલિફ્ટ વેરિઅન્ટ ગયા વર્ષે સત્તાવાર રીતે વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ SUV હવે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. કંપની ભારતમાં જ નવા વેરિઅન્ટને એસેમ્બલ કરી શકે છે.

XUV900
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ વર્ષે ઓગસ્ટમાં ત્રણ ઈલેક્ટ્રિક SUV લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે ફુલ સાઈઝની SUV હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ નવા વેરિઅન્ટનું નામ XUV900 હોઈ શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ માહિતી શેર કરી નથી.

ટોયોટા RAV4
Toyota RAV4 ભારતીય રસ્તાઓ પર ઘણી વખત જોવામાં આવી છે અને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાની અપેક્ષા છે. અહેવાલ છે કે, Toyota RAV4 નવા સેફ્ટી સેન્સ સ્ટાન્ડર્ડ સાથે આવશે. જોકે, ટોયોટાએ એ જણાવ્યું નથી કે 2023માં આવનારી Toyota RAV4માં કેટલી નવી સુવિધાઓ ઉમેરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *