બોગસ ડૉક્ટરનો અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓને માહિતી મળી હતી કે, દરિયાપુર વિસ્તારમાં એક વ્યક્તિ ડૉક્ટરની ડીગ્રી ન હોવા છતાં પણ લોકોની સારવાર કરી રહ્યો છે. આ મહિતીના આધારે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા દરિયાપુર વિસ્તારમાં આવેલા ડૉક્ટર રાજેન્દ્ર પટેલ નામના દવાખાના પર તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ડૉક્ટર અમેરિકા ગયા છે અને તેમની ગેરહાજરીમાં દવાખાનું એક વકીલની ડીગ્રી ધરાવતો વ્યક્તિ ચલાવી રહ્યો છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ દવાખાનામાં દર્દીઓની સારવાર કરી રહેલા વકીલની ડીગ્રી ધરાવતા વ્યક્તિની પૂછપરછ કરતા તેની પાસે ડૉકટર હોવાનો કે, ડૉકટરીનો અનુભવ હોવાનું એક પણ પ્રમાણપત્ર મળી આવ્યું નહોતું. તેથી આરોગ્ય વિભાગના અધિકારીઓએ ડૉક્ટર રાજેન્દ્ર પટેલ નામના દવાખાના પર નોટીસ લગાવીને દવાખાનાને સીલ કર્યું હતું.
નોટીસમાં લખવામાં આવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવેલી મિલકતનું સીલ તોડવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે, વકીલની ડીગ્રી ધરાવનારા અને દર્દીની સારવાર કરવાનો અનુભવ ન હોય તેવા વ્યક્તિને દવાખાનું ચલાવવા આપનારા ડૉક્ટરની સામે આરોગ્ય વિભાગ દ્વારા ક્યા પ્રકારના પગલાં ભરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.