સુરતમાં સામૂહિક આપઘાતમાં બચી ગયેલાં ભાઈ-બહેને અઢી મહિને ટુકાવ્યું જીવન, સમગ્ર ઘટના વાંચી ફફડી ઉઠશો

Published on Trishul News at 3:24 PM, Sat, 19 August 2023

Last modified on August 19th, 2023 at 3:28 PM

The Whole Family Was Destroyed in two month: સુરતમાં દિવસે ને દિવસે સામુહિક આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેમાં હાલ સુરતમાં આજ થી અઢી મહિના પહેલા એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કરી મોતને વહાલું કરી લીધું હતું. આ સામુહિક આપઘાતમાં પરિવારનાં ભાઈ અને બહેન બચી ગયાં હતાં. હવે આ બંનેએ(The Whole Family Was Destroyed in two month) પણ પોતાના વતન સિહોરમાં જઈ ઝેરી દવા પી ફરી આપઘાત કરી લીધો હતો.જેથી આખા ગામમાં શોક નો માહોલ છવાઈ ગયો છે.

આઠ દિવસ પહેલાં જ સુરતથી વતન ગયાં હતાં
ભાવનગર જિલ્લાના સિહોરના પાડાપાણ ગામે 8 દિવસ પહેલાં જ સુરતથી તેનાં બા અને કાકા સાથે ગામડે રહેવા આવેલા બે સગાં ભાઇ-બહેન તેના ઘરે ગઈકાલે બપોરના સમયે કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા આખા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.આજ થી અઢી મહિના પહેલા જ તેના માતા-પિતા તેમજ ભાઈ-બહેને સામુહિક આપઘાત કરી લીધો હતો. આ આઘાત સહન કરી ન શકતાં કાલે ન્ને ભાઇ-બહેને પણ ઝેરી દવા પી  આપઘાત કરી લીધો હતો.

8 જૂને ચારનો આપઘાત
તેઓ મૂળ સિહોરના પાડાપાણ ગામે રહેતા અને સુરત ખાતે સ્થાયી થયેલા વિનુભાઇ મોરડિયા અને તેમના પત્ની શારદાબેન તેમજ તેમની પુત્રી સૈનિતા ઉમર 19 વર્ષ અને પુત્ર ક્રિશ ઉમર 17 વર્ષ આ ચારેય સભ્યએ 8 જૂને સુરતમાં તેના ઘરેથી થોડે દૂર જઈ  આપઘાત કરી લેતાં તેમના પરિવારમાં ભારે ખળભળાટ મચી ચુક્યો હતો. ચાર સંતાનના પિતા વિનુભાઇએ આપઘાતનું પગલું ભર્યું હતું. તેમાં તેના અન્ય બે સંતાનો ઋષિતા વિનુભાઇ મોરડિયા અને પાર્થ મોરડિયા ઘરે હાજર ન હોય, જેથી તેઓ બન્ને બચી ગયા હતા.

જીવનમાં કંઈ રસ ન હોય એવું જણાવતાં હતાં
આ બન્ને ભાઇ-બહેનને આ આઘાત સહન ન થતાં અને અવારનવાર તેનાં માતા-પિતા તેમજ ભાઈ-બહેનનાં મોત થવાથી તેમને પણ જીવનમાં કંઇ રસ ન લગતા એવું પરિવારને જણાવતાં હતાં.રે હજુ 8 દિવસ પહેલાં જ સુરતથી સિહોરના પાડાપાણ ખાતે દાદી અને કાકા સાથે રહેવા આવ્યાં હતાં અને ગઇકાલે બપોરના 3 વાગ્યાના આસપાસ ઋષિતા મોરડિયા ઉમર 26 વર્ષ અને પાર્થ મોરડિયા ઉમર 21 વર્ષ બને ભાઈ-બહેન ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આમ, માતા-પિતા તેમજ ભાઈ-બહેનનાં મોત નીપજતાં તેમને પણ આ દુનિયામાં રહેવું ન હોય, જેથી પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે.

પિતા હીરાનું કામ કરતા અને બે દીકરી મશીન ચલાવતી
પિતા વિનુભાઈ સુરતમાં હીરા ઘસવાનું કામ કરી રહ્યા હતા.જ્યારે તેની બન્ને દીકરી સાડીના લેસના પટ્ટાનું મશીન ચલાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.જ્યારે એક પુત્ર અભ્યાસ કરતો હતો અને મોટો પુત્ર કોલેજ સુધીના અભ્યાસ પછી કંઈ કામધંધો કરતો નહોતો. જોકે પરિવારના આપઘાતમાં પોલીસની તપાસમાં એવું સામે આવ્યું હતું કે મોટો પુત્ર પાર્થ કમાવા જતો નહોતો.

બેકાર પુત્ર બહેનોને માર મારતો, મોબાઇલમાં વ્યસ્ત રહેતો
તેનો મોટો પુત્ર કામધંધો ન કરતો હોવાથી ઘરમાં ઝઘડો થવા ઉપરાંત તેની ઉંમર લગ્નની થઈ હતી, કોઈ યુવતીના માગા આવે એવા સમયે પુત્ર કંઈ કામ ન કરતો હોય એ ચિંતા પણ વિનુભાઇને સતાવતી હતી. તે ઉપરાંત પુત્ર સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો અને ઘરમાં નાની બહેનો સાથે મારઝૂડ પણ કરતો હતો.આ તમામ બાબતોને લઈ ચિંતિત રહેતા વિનુભાઇએ આખરે પરિવાર સાથે આત્મહત્યા કરી હોવાની પણ શંકા હતી.

ઋષિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
મોરડિયા પરિવારની મોટી દીકરી ઋષિતાએ 10 જૂનના રોજ બાથરૂમમાં ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેની જાણ થતાં પરિવારના લોકોએ તાત્કાલિક ઋષિતાને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી. ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન હતું, જોકે ત્યારે તે બચી ગઈ હતી.

Be the first to comment on "સુરતમાં સામૂહિક આપઘાતમાં બચી ગયેલાં ભાઈ-બહેને અઢી મહિને ટુકાવ્યું જીવન, સમગ્ર ઘટના વાંચી ફફડી ઉઠશો"

Leave a comment

Your email address will not be published.


*