અમદાવાદમાં વધુ એક અકસ્માતે લીધો યુવકનો જીવ- એલિસબ્રિજ પર બેફામ કાર ચાલકે બાઇક સવારને મારી ટક્કર

Alisbridge accident in Ahmedabad: અમદાવાદમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર, મોડીરાત્રે અમદાવાદના એલીસબ્રીજ પર હીટ એન્ડ રનની(Alisbridge accident ) ઘટના સામે આવી છે.

મળતી વિગતો મુજબ આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે. ઘટનાને લઈ લોકો ભેગા થઈ ગયા હતા.આ તરફ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના પછી વધુ એક અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, મોડીરાત્રે અમદાવાદના એલિસબ્રિજ પરથી જમાલપુર વિસ્તારનો સાહિલ અજમેરી નામનો યુવક બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક એક બેફામ કારચાલકે બાઇકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા બાદ તેનું મોત થયું હતું.

અમદાવાદમાં બેફામ કાર ચાલકોના ભોગે નિર્દોષ ગુમાવી રહ્યા છે જીવ 
અમદાવાદમાં બેફામ કાર ચાલકોના ભોગે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે નોંધનીય છે કે, હાલમાં જ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરાએ બેફામ સ્પીડે જેગુઆર કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. તે બાદમાં મણિનગર સહિત અનેક વિસ્તારોમાં પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. આ દરમિયાન હવે શહેરના એલિસબ્રિજ પર અકસ્માતની ઘટનામાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. આ તરફ અકસ્માત સર્જીને કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *