અમદાવાદમાં વિફરેલી ગાયે મહિલાને 20 સેકન્ડ સુધી રગદોળી- સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ થયા વાઈરલ

Woman was attacked by a stray cattle in Ahmedabad: રાજ્યનું સૌથી મોટું અને સૌથી વધારે વસતિ ધરાવતા અમદાવાદ શહેરમાં હવે માનવ વસતિની સાથે સાથે રખડતાં ઢોરની સંખ્યામાં પણ ખુબ વધારો થઈ રહ્યો છે. કોઈપણ રસ્તા ઉપર ઢોર જોવા મળે છે. રસ્તે ચાલતા લોકોને પણ હવે રખડતાં ઢોરથી બચીને ચાલવું પડે છે. શહેરના નરોડા(Woman was attacked by a stray cattle in Ahmedabad) વિસ્તારમાં એક મહિલા ચાલતી પસાર થતી હતી ત્યારે રસ્તા ઉપર ઊભેલી ગાયે અચાનક હુમલો કર્યો હતો.

ગાયથી બચવા માટે મહિલા ભાગી હતી, જેની પાછળ ગાય પણ દોડી હતી. મહિલા નીચે પડી જતાં ગાયે શિંગડાં માર્યાં હતાં. સ્થાનિક લોકોએ મહિલાને ગાયના હુમલામાંથી બચાવી હતી. ગાયના હુમલાથી શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં મહિલાને સારવાર માટે હાલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

ગાયનો મહિલા ઉપર હુમલો
મળતી માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં નવરંગ ફ્લેટ પાસેથી વર્ષાબેન પંચાલ નામની મહિલા સોમવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન રોડ ઉપર ગાયોનું ટોળું ઊભું હતું. અચાનક જ એક ગાય તેમને જોઈને તેમની પાછળ દોડાવા માંગી હતી. વર્ષાબેન દોડવા ગયાં તે દરમિયાન તેઓ નીચે પડી ગયાં હતાં અને ગાય તેમની ઉપર હુમલો કરી દીધો હતો.

20 સેકન્ડ સુધી મહિલા પર હુમલો કરી તેમને ઘણી ઇજાઓ પહોંચાડી હતી. ત્યાંના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગાયને ભગાડી હતી. ત્યાર પછી મહિલાને શરીરના ભાગે ઇજાઓ થતાં 108 બોલાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતાં. મહિલાને પાંસળીઓના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને 15 દિવસ સુધી ICUમાં રાખવાં પડે એવી પરિસ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે.

ઢોર પોલિસીનો અમલીકરણ હજુ સુધી કરાયો નથી
રખડતાં ઢોરોને લઈ નિયંત્રણ માટે ઢોર પોલિસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. જોકે ઢોર નિયંત્રણ પોલિસીનો અમલીકરણ હજી સુધી કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં તમામ વિસ્તારોમાં રોડ ઉપર ઢોર રખડતાં જોવા મળી રહ્યાં છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આખા દિવસમાં શહેરમાંથી રોજના 50થી પણ ઓછા ઢોર પકડવામાં આવતાં સીએનસીડી વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. ઢોર નિયંત્રણ પોલિસી અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોરમાલિકોને સમજણ પણ આપવામાં આવી રહી છે છતાં પણ રોજના અનેક ઢોર રસ્તા ઉપર જોવા મળી રહ્યાં છે.

AMC દ્વારા સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું
મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહિર પટેલે જણાવ્યું છે કે રખડતા ઢોર નિયંત્રણ પોલિસી 2023 અંતર્ગત વ્યાવસાયિક અથવા વ્યક્તિગત પશુ રાખવા માટે થઈને પરમિટ-લાઇસન્સ લેવું ફરજિયાત છે.

પોતાની માલિકીની જગ્યામાં જ ઢોર રાખી શકાશે. RFID રજિસ્ટ્રેશન ફરજિયાત છે. સમગ્ર બાબતો અંગે તેમને સમજણ આપવામાં આવી રહી છે. ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી છે, જેમાં સેન્ટરો પર ઢોરમાલિકો દ્વારા રજિસ્ટ્રેશનથી લઈને લાઇસન્સ-પરમિટ મેળવવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સોફ્ટવેર તૈયાર કરવામાં પણ આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *