અંતે સી.આર.પાટીલની નજીકના પાટીલ યુવક પર નોંધાઇ એટ્રોસીટી અને દુષ્કર્મની ફરિયાદ

સુરત(ગુજરાત): ધો.12માં અભ્યાસ કરતી અને ઉધનામાં રહેતી વિદ્યાર્થિની નજીકમાં જ રહેતા ભાજપના એક કાર્યકરે પ્રેમજાળમાં ફસાવી અશ્લિલ ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આરોપીએ પીડિતાના પરિવારને ધમકાવી 20 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા.

સુરતના ઉધના વિસ્તારમાં ગાંધી કુટીર સોસાયટી ખાતે રહેતા યુવકે 15 વર્ષની કિશોરી સાથે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. વિશાલ ઉર્ફે ભૂષણ પાટિલે કિશોરીની છેડતી કરી હતી. ટેરેસ પર એકલા હતા ત્યારે એકલતાનો લાભ લઈને કિશોરી સાથે અડપલાં કર્યા હતાં. છેડતી પછીના ચોથા દિવસે પોલીસે પોક્સો સહિતની કલમ લગાવી તેના વિરુદ્ધમાં ગુનો નોધ્યો છે. છેડતીનો આરોપી વિશાલ ભાજપનો કાર્યકર હોવાની સાથે સાથે નેતાઓ સાથે સંબધ  હોવાનું સામે આવ્યું છે.

આરોપી મોટા નેતાઓ સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો ભારે શોખ છે. છોકરીની છેડતી સહિત બે ગુનાઓ આ પહેલાં તેની વિરુધ નોંધાયા છે. ઉધનામાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષની નેહાનો 1 વર્ષ પહેલાં પરિચય તેનાજ વિસ્તારમાં રહેતો આરોપી 21 વર્ષનો વિશાલ ઉર્ફ ભુષણ વિજય પાટીલ સાથે થયો હતો.

જયારે બંને ફરવા જતા ત્યારે વિશાલે નેહાના અશ્લિલ ફોટા તેમજ વીડિયો બનાવી બ્લેકમેલ કરી અવારનવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ વાતની જાણ નેહાએ ઘરે કરી તો તેના પરિવારજનોએ વિશાલને સમજાવવા ગયા હતા. ત્યારે વિશાલે તેમની સાથે પણ ઝગડો કર્યો હતો.

માત્ર એટલું જ નહીં, જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરી બદનામ કરવાની ધમકી આપીને રૂપિયાની માંગ પણ કરી હતી. વિશાલને ગભરાયેલી નેહાએ 20 હજાર રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ પણ વિશાલે હેરાન કરવાનું ચાલુ રાખતા નેહાએ વિશાલ વિરુદ્ધ રેપ,બદનામી, પોક્સો અને આઈટી એક્ટ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આરોપી વિશાલ રીઢો આરોપી છે. વિશાલ વિરુદ્ધ 8 જુનના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. તેમાં તેની ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત, તે જ દિવસે તેના વિરુદ્ધ એક યુવતીને ધમકી આપવા બદલ પણ ફરિયાદ નોંધાઈ હતી.

દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરી સગીર હોવાથી ઉધના પોલીસ સ્ટેશનમાં વિશાલ ઉર્ફે ભૂષણ સામે પોક્સો એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિશાલ ભૂષણ પાટીલ ગાંધી કુટીર સોસાયટીમાં રહે છે. મળતી માહિતી મુજબ, વિશાલ પાટીલ ભાજપનો સક્રિય કાર્યકર્તા છે. ભૂષણ પાટીલે કરેલા આ કૃત્યની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ચર્ચાપર્દ વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *