સોશિયલ મીડિયા પર અવારનવાર વિડીયો સામે આવતા રહેતાં હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. ઘરની આજુબાજુ જો કોઈ મગર દેખાઈ આવે તો લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે. લોકોમાં દોડધામ મચી જતી હોય છે. કારણ કે, મગર એક હિંસક પ્રાણી છે. તેથી લોકોમાં મગરને જોતાનો ભયનો માહોલ જોવા મળતો હોય છે.
આવા સમયમાં વડોદરા શહેરમાં એક વ્યક્તિએ મગરને મા કહીને પંપાળી હતી. ત્યારપછી મગરની પાસે જઈને મગર પર હાથ ફેરવીને તેને નમન પણ કર્યા હતા. આ વ્યક્તિના ફોટા તથા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વડોદરામાંથી પસાર થઈ રહેલ વિશ્વામિત્રી નદીમાં કેટલીક મગરો નિવાસ કરે છે.
મગર કેટલીક વખત નદીમાંથી રહેણાંક વિસ્તારમાં પણ આવી જતી હોય છે. ચોમાસામાં તો ઘણીવાર મગર શહેરમાં આંટાફેરા કરતી દેખાઈ આવે છે પરંતુ જીવદયા સંસ્થાના લોકો દ્વારા મગરને રેસ્ક્યુ કરીને ફરીથી નદીમાં છોડી દેવામાં આવતી હોય છે.
વડોદરામાં આવેલ કરજણમાં એક તળાવનો વીડિયો તથા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જેમાં એક વ્યક્તિ મગરની એકદમ પાસે જઈને મગરને પંપાળી રહ્યો છે. આની ઉપરાંત પોતાના ચપ્પલ સાઈડમાં કાઢીને મગર પર હાથ ફેરવીને તેને માતા કહીને નમન પણ કરી રહ્યો છે.
આ વ્યક્તિનું નામ પંકજ પટેલ હોવાનું સામે આવી રહ્યું છે. એવી પણ જાણકારી મળી રહી છે કે, જ્યારે પંજક પટેલ મગરની પાસે હતો ત્યારે કેટલાક લોકો તેને મગરની દૂર રહેવા માટે બૂમો પણ પાડી રહ્યા હતા પરંતુ પંજક પટેલ લોકોની વાતની અવગણના કરી રહ્યો હતો.
સદનસીબે પંકજ પટેલને કઈપણ નુકસાન પહોંચાડ્યા વિના મગર પાણીમાં જતી રહી હતી. પંકજ પટેલ મગરની સાથે વાત કરતા જણાવી રહ્યો હતો કે, આ તો આપણી મા છે. તમને કોઈપણ કાંકરી મારે તો તમારો દિકરો જીવ આપી દેશે. કોઈએ કાંકરી અથવા તો પથ્થર માર્યો તો હું કોઈનો નહીં થાઉં.
હું મારી માને જોડે લઇને પડીશ. જો એને કોઈ હેરાન કરશો તો તેને એ હેરાન કરશે. આવાં પ્રકારે પંકજ પટેલે 10થી 15 મિનીટ સુધી તળાવના કિનારા પર આવેલ મહાકાય મગરની બાજુમાં ઉભા રહીને તેની માથે હાથ ફેરવીને સંવાદ કર્યો હતો. આ બાબતે નિષ્ણાંતોનું માનવું છે કે, આવાં પ્રકારની હરકત કેટલાંક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઇ શકે છે.
देखो “मगर” प्यार से #Vadodara में करजन गाँव के पुराने बाजार से सटे तालाब किनारे मगरमच्छ से बात कर रहे पंकज नाम के व्यक्ति का वीडियो हुवा वायरल@news24tvchannel #crocodile @CCF_Wildlife pic.twitter.com/K7MUqpgRvp
— Thakur BhupendraSingh (@Bhuppi_News24) January 25, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle