ગુજરાતના આ શહેરમાંથી નશાની હાલતમાં વિદેશી દારૂની બોટલ સાથે પકડાયો પોલીસ જવાન

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર હોવાનું જોવા મળી રહ્યું છે. દારૂબંધીના કાયદાનો ચૂસ્તપણે અમલ થતો હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ રાજ્યમાં અવાર નવાર દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતા કિસ્સાઓ આમાં આવે  છે. કેટલાક કિસ્સાઓમાં તો ખુદ પોલીસકર્મી દારૂ પીતા અથવા તો દારૂની સપ્લાય કરતાં પકડાય છે. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે.

આ સમગ્ર ઘટનામાં પોલીસને એક કારની ચેકીંગ કરતાં કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. કાર ચાલકની પૂછપરછ કરતા કારમાં બેસો એક વ્યક્તિ પોલીસકર્મી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ જ્યારે વધુ કાર્યવાહી કરી રહી હતી તે સમયે કાર ચાલક કાર સાઈડમાં લેવાના બહાને ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે ભાગી ગયેલા બે ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, પોલીસ કોન્સ્ટેબલ નશાની હાલતમાં હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરની માંજલપુર પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને વાહનોની ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમયે રાત્રે અઢી વાગ્યે સુસેન ચાર રસ્તા પાસેથી પસાર થતી એક કાર પર પોલીસને શંકા જણાઈ હતી. તેથી વાહન ચેકિંગની કામગીરી કરી રહેલા પોલીસકર્મીએ કારના ડ્રાઈવરને કાર સાઈડમાં લેવાનું જણાવ્યું હતું.

પેટ્રોલીગ કરી રહેલા પીલીસકર્મીએ તપાસ કરતા કારમાં બે વ્યક્તિ બેઠા હોવાનું જાણવા મળ્યુ હતું અને એક વ્યક્તિએ પોતાનું નામ શૈલેન્દ્રસિંહ હોવાનું કહીને પોતાની ઓળખ પોલીસકર્મી તરીકે આપી હતી. અને તે PCB શાખામાં ફરજ બજાવતા હોવાનું પણ કહ્યું હતું. તેથી માંજલપુર પોલીસે કોન્સ્ટેબલના આઈ કાર્ડની માગણી કરી હતી. પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં હોવાના કારણે માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ કારની તપાસ કરી હતી અને તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા 700ની કિંમત ધરાવતી બે બોટલ મળી આવી હતી.

કારમાંથી દારૂ મળ્યો હોવાના કારણે વધુ તપાસ માટે પોલીસકર્મીઓએ શૈલેન્દ્રસિંહ અને કારના ડ્રાઈવરને કાર સાઈડમાં લેવા માટે જણાવ્યું હતું પરંતુ શૈલેન્દ્રસિંહ અને કારના ડ્રાઈવરે કાર સાઈડમાં લેવાનું બહાનું કરીને તેઓ કાર લઈને ભાગ્યા હતા, તેથી પોલીસે દારૂના નશાની હાલતમાં રહેલા પોલીસકર્મીની કારનો પીછો કર્યો હતો. તે દરમિયાન માંજલપુર પોલીસને થોડા આગળથી કાર મળી આવી હતી પરંતુ કારમાં કોઈ બેઠું નહોતું. તેથી પોલીસે કાર જપ્ત કરી હતી અને PCBમાં ફરજ બજાવતા પોલીસકર્મી શૈલેન્દ્રસિંહ અને અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *