સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવકને કોર્ટે ફટકારી એવી સજા કે.., જાણીને તમે પણ કહેશો બરોબર કર્યું

વાસો(ગુજરાત): ગુજરાત(Gujarat)માં અવારનવાર બળત્કારના બનાવો બનતા હોય છે. તેવામાં વસો તાલુકા(Vaso taluka)ના બામરોલી ગામ(Bamroli village)માં રહેતી એક સગીરાને એક યુવકે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ(Physical relationship) બાંધ્યો હતો. જેથી સગીરા ગર્ભવતી થઇ હતી. ત્યારબાદ આ બાબતે જાતિય અત્યાચાર ગુજારનાર યુવક વિરુદ્ધ વસો પોલીસ મથક(Police station)માં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટ(Nadiad Sessions Court)માં ચાલ્યો ગયો હતો જ્યાં ન્યાયાધીશે આરોપીને કસુરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા સુનાવી છે. એટલું જ નહીં, દંડ પણ ફટકાર્યો છે.

મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના વસો તાલુકામાં બામરોલી ગામમાં રહેતો એક પરિવાર કામ માટે વડોદરા રહેવા ગયા હતા. જોકે કોરોનાની મહામારીમાં કામ ધંધો ઠપ થઇ ગયો હતો. જેથી આ પરિવાર પોતાના વતન બામરોલીમાં એપ્રિલ 2020માં પરત આવ્યો હતો. આ દરમિયાન આ પરિવારની એક સગીરા પર ગામમાં જ રહેતા યોગેશ શના ઝાલાએ નજર બગાડી હતી. યોગેશને આ સગીરા સાથે પ્રેમ થઇ ગયો હતો. જેને કારણે તેણીના સંપર્કમાં અવારનવાર આવીને તેને પટાવી લીધી હતી. ત્યારબાદ સગીરાને લગ્નની લાલચ આપીને અવાર નવાર સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.

સગીરા કોરોનાના લોકડાઉનના સમયમાં યુવકના જાતીય અત્યાચારનો ભોગ બની હતી. જોકે, લોકડાઉન હળવું થતાં કામ-ધંધો પુનઃ શરૂ થતાં આ સગીરાનું પરિવાર વડોદરા ચાલ્યું ગયું હતું. વડોદરા પરત ફરતાં સગીરાને માસિક ન આવતાં પુત્રીને તેણીની માતાએ પૂછ્યું ત્યારે તેને સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. ત્યારબાદ માતા પુત્રીને તાત્કાલિક સ્થાનિક ડોકટર પાસે લઈ ગઈ હતી. જ્યાં ડોકટરેએ સગીરાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સગીરાને 34 અઠવાડીયાનો ગર્ભ રહેલો હતો. ત્યારબાદ તબીબોએ વડોદરા પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી.

વસો પોલીસે આ અંગે સગીરાના માતાની ફરિયાદના આધારે આરોપી યોગેશ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વસો પોલીસે આરોપી યોગેશની ધરપકડ કરી હતી. આ સાથે જન્મ લીધેલ બાળકનો DNA ટેસ્ટ પણ કરાવ્યા હતા. જેમાં આરોપી વિરુધ્ધ પુરતા પુરાવાઓ મળતાં આ કેસ સંદર્ભેની ચાર્જશીટ નડિયાદની કોર્ટમાં પહોંચી હતી. શુક્રવારે આ કેસ નડિયાદના સ્પે.જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકારી વકીલ ધવલ આર. બારોટે 22 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. તેમજ 14 જેટલા સાક્ષીઓ પણ તપાસ્યા હતા.

આ કેસમાં સગીરાએ એક સંતાનને જન્મ આપ્યો છે. અને તેનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો છે. અને આ DNA ટેસ્ટના રીપોર્ટમાં આરોપીએ જ જન્મ લેનાર બાળકનો બાયોલોજીકલ ફાધર હોવાનું સામે આવ્યું છે. સગીરાએ કોટ સમક્ષ જણાવ્યું હતું કે, જે બાળકનો જન્મ થયો છે તેના પિતા આરોપી જ છે. જેથી આ હકીકત તેમજ સગીરાનું મેડીકલ સર્ટીફીકેટ જયુડીશીયલ મેજી. સમક્ષ રૂબરૂ નિવેદન આપતા આરોપી દ્વારા જ ગુનો આચરેલાનું સ્પષ્ટ પણે નજરે આવ્યું હતું.

કોર્ટે આ કેસમાં આરોપી યોગેશ ઝાલાને IPC 376(2)(N), પોક્સોની કલમ 3(A), 4, 5(L),6 મુજબ કસુરવાર ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે સાથે 10 હજારનો દંડ અને ભોગ બનનારને વળતર પેટે 1 લાખનો દંડ પણ જાહેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *