કોરોના રીપોર્ટ નેગેટીવ દેખાડવા આ હોસ્પીટલના સ્ટાફે લીધી લાંચ- વિડીયો થયો વાઈરલ

વાયરલ થયેલા વિડિઓ પછી શહેરની ખાનગી હોસ્પિટલના કર્મચારીઓએ પૈસાની બદલામાં જિલ્લા હોસ્પિટલ તરફથી કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ આપતા હોવાનું દેખાઈ રહ્યું હતું, મેરઠના મુખ્ય તબીબી…

વાયરલ થયેલા વિડિઓ પછી શહેરની ખાનગી હોસ્પિટલના કર્મચારીઓએ પૈસાની બદલામાં જિલ્લા હોસ્પિટલ તરફથી કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ આપતા હોવાનું દેખાઈ રહ્યું હતું, મેરઠના મુખ્ય તબીબી અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. જ્યારે હોસ્પિટલના માલિકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટે હોસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે.

વિડિઓમાં થોડા લોકો દેખાઈ રહ્યા છે, તેઓ હોસ્પિટલ સ્ટાફ સાથે વાત કરે છે અને ઈરાદાપૂર્વક નેગેટીવ કોવિડ -19 રીપોર્ટ (જિલ્લા હોસ્પિટલમાંથી) માટે વિનંતી કરે છે, જેથી તેઓને “ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે”. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ‘ગ્રાહક’ ઇરાદાપૂર્વક હોસ્પિટલના મેનેજરને 2 હજાર રૂપિયા આપે છે અને રિપોર્ટ આવે ત્યારે બાકીના 500 રૂપિયા આપવાનું વચન આપે છે.

મુખ્ય તબીબી અધિકારી ડો.રાજ કુમારે કહ્યું, “આ મામલે તપાસ ગોઠવવામાં આવી છે. વિડિઓમાંથી બહાર આવ્યું છે કે હોસ્પિટલનો મેનેજર શાહ આલમ લોકોને પૈસાના બદલામાં નકલી કોવિડ -19 નેગેટિવ રિપોર્ટનું આપવાનો વાયદો કરી રહ્યો છે. તેની સામે આઈપીસીની કલમ 420 (છેતરપિંડી) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન, જિલ્લા હોસ્પિટલમાંથી કોઈ પણ તેની સાથે ભાગીદારી કરતો હતો કે કેમ તે અંગે તપાસ પણ ગોઠવવામાં આવી છે.”

જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધિંગરાએ હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવાનો આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *