રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે ત્યારે દરેક પક્ષ દ્વારા જાહેર કરેલ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયા છે. જયારે કેટલાક પાર્ટીથી નારાજ થઇ ટીકીટ ના મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જયારે હાલમાં પાર્ટીના ઉમેદવારને એ ડર સતાવી રહ્યો છે કે કયો અપક્ષ ઉમેદવાર કેટલા વોટ કાપી શકે છે. બનાસકાંઠામાં 2017ની ચૂંટણીના આઠ ઉમેદવારો ફરી મેદાનમાં ઉતર્યા છે એ સિવાય અન્ય ઉમેદવારો કેટલીક વિધાનસભા સીટ પર બદલાયા છે.
ઉમેદવારોએ વિધાનસભાની ઉમેદવારી નોધાવતી વખતે એફિડેવિટ ચૂંટની પંચ સમક્ષ રજુ કરવું પડે છે. જેમાં મિલકત થી લઇ ગુના સુધીની તમામ વિગતો રજુ કરવી ફરજીયાત હોય છે. બનાસકાંઠામાંથી કેટલાક ઉમેદવારો એ જે એફિડેવીટ ચૂંટણી પંચમાં રજૂ કર્યા છે તેમાં તમામની આવક ડબલથી પાંચ ગણી વધી ગયેલી જોવા મળે છે. જયારે કેટલાક ધારાસભ્યોની લોન હતી તે પૂરી થઈ ગઈ છે અથવા તો અડધી થઈ ગઈ છે. નેતાઓની આર્થિક સંપતિ વધવાનો મુખ્ય કારણ ધારાસભ્ય તરીકે મળતો પગાર, બાગાયતી ખેતી પશુપાલન અને રોકાણમાં મળેલું રિટર્ન મહત્વનું હોય છે.
કેટલાક ઉમેદવારોના સોગંદનામામાં તમામ પ્રકારના બેન્કિંગ વ્યવહારો, રોકડ કેશ, સ્થાવર અને જંગમ મિલકત તેમજ હાલની બજાર ભાવની કિંમત પણ દર્શાવવામાં આવી છે. જયારે સોગંદનામાં જોતા એવું લાગે છે કે ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારોની મિલકતમાં ત્રણથી પાંચ ઘણો વધારો થયેલો જોવા મળી રહ્યો છે.
જીગ્નેશ મેવાણી
2016 થી 2022 સુધી 9 પોલીસ કેસ થયેલા છે, સંપત્તિના વધી માત્ર સોગંદનામામાં પગારની આવક દર્શાવાઇ છે.
જીગ્નેશ મેવાણી વડગામ કોંગ્રેસ ઉમેદવાર
અભ્યાસ: બીએ 2003માં, જર્નાલિઝમ 2004માં અને એલએલબી 2013માં
જંગમ મિલકત 2022: 15.48 લાખમાં
જંગમ મિલકત 2017: 10.25 લાખમાં
(જીગ્નેશ મેવાણીના સોગંદનામું જોતા તેમાં મિલકત અંગેની વિગતો કરતા પોલીસ કાર્યવાહીની વિગતો વધુ છે. જેમાં 2022 માં આસામમાં મહિલા પોલીસ સાથે અસભ્ય વર્તન અને વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણીના બે ગુના, 2018માં ગંગાવ માં ચૂંટણીમાં નાણાંની ગેરકાયદેસર ચૂકવણીનો કેસ, 2018માં ચિત્રદુર્ગમાં હુલડોમાં લોકોને ઉશ્કેરણીની ફરિયાદ, ચીકમગલુરમાં ગેરકાયદેસર હુલ્લડ, વિશ્રામ બાગ પુણેમા ભડકાવું ભાષણ, ગાંધીનગરમાં મહિલા ના ઘરે જઈ દારૂનો ધંધો કેમ કરો છો તેમાં મદદગારી, 2017માં અમદાવાદ રેલવે સ્ટેશન એ રાજધાની ટ્રેન રોકવા અંગે ગુનો, 2016 માં નવરંગપુરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સૂત્રોચાર અને અપ શબ્દો બોલવા અંગે ગુનો સહિત 9 ગુના નોંધાયેલા છે.)
શંકર ચૌધરી
પૂર્વ મંત્રી અને હાલમાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની મિલકત ત્રણથી ચાર ઘણી વધી ગઈ છે. શંકરભાઈ ચૌધરી થરાદ ભાજપ ઉમેદવાર
અભ્યાસ એમ.એ. 2022માં
જંગમ મિલકત 2022: 5.08 કરોડમાં
જંગમ મિલકત 2017: 2.66 કરોડમાં
સ્થાવર મિલકત 2022: 3.49 કરોડમાં
સ્થાવર મિલકત 2017: 2.15 કરોડમાં
(શંકરભાઈ 2017માં વાવ વિધાનસભામાં લડ્યા હતા તે સીટ પર હાર થયા બાદ સીટ બદલીને હવે થરાદ વિધાનસભાથી લડી રહ્યા છે. તેમની પાસે પોતાની માલિકીનું એક પણ વાહન નથી તેમ જ કોઈ પણ પ્રકારનો ગુનો પણ નથી. તેમની પત્ની પ્રેમિલાબેનના નામે 4.64 કરોડની જંગલ મિલકત તેમજ 1.40 કરોડની સ્થાવર મિલકતનો સોગંદનામાં ઉલ્લેખ કરાયો છે જ્યારે 15.92 લાખની લોન પણ ચાલી રહી હોવાનો ઉલ્લેખ કરાયો છે.)
કેશાજી ચૌહાણ
દિયોદરના ઉમેદવાર કેશાજીની મિલકતમાં ઘટાડો થયો છે જયારે પત્નીની મિલકત ડબલ થઈ ગઈ. કેશાજી ચૌહાણ દિયોદર ભાજપ ઉમેદવાર
અભ્યાસ ધોરણ 12 પાસ 1983માં
જંગમ મિલકત 2022: 21.91 લાખમાં
જંગમ મિલકત 2017: 24.46 લાખ
(કેશાજી ચૌહાણના પત્ની ઈશ્વરબેન પાસે 2017 માં 4.36 લાખની મિલકત હતી જે 2022 માં વધીને 8.59 લાખની થઈ ગઈ છે. તેમની પાસે વાહનમાં સ્કોર્પિયો ગાડી છે. 2017માં 9.56 લાખની લોન હતી તે ઘટીને 6.75 લાખની થઈ ગઈ છે પરંતુ પત્નીના નામે નવી 3.30 લાખની લોન વધુ ઉમેરાઇ છે.)
કાંતિ ખરાડી
દાંતાના કાંતિભાઈ ખરાડીની મિલકત 5 ઘણી વધી ગઈ છે.
કાંતિભાઈ ખરાડી દાંતા કોંગ્રેસ ઉમેદવાર
અભ્યાસ 8 પાસ 1988માં
જંગમ મિલકત 2022: 58.59 લાખમાં
જંગમ મિલકત 2017: 16.4 લાખમાં
સ્થાવર મિલકત 2022: 41.46 લાખમાં
સ્થાવર મિલકત 2017: 8.30 લાખમાં
(ધારાસભ્ય પાસે સ્કોર્પિયો અને ઇનોવા ગાડી પણ છે. જ્યારે 2017માં 4.75 લાખની લોન હતી જે હવે 2022 ના સોગંદનામાં દર્શાવાઇ નથી.)
નથાભાઈ પટેલ
ધાનેરાના કોંગ્રેસના નથાભાઈ પટેલની મિલકતમાં કોઈ ખાસ વધારો જોવા ના મળ્યો.
નથાભાઈ પટેલ ધાનેરા કોંગ્રેસ ઉમેદવાર
અભ્યાસ: ઓલ્ડ SSC (1967)માં
જંગમ મિલકત 2022: 3.92 કરોડ
જંગમ મિલકત 2017: 3.65 કરોડ
સ્થાવર મિલકત 2022: 3.82 કરોડ
સ્થાવર મિલકત 2017: 7.65 કરોડ
(નથાભાઈ પાસે કરોડોની મિલકત હોવા તેમની પાસે વાહન નથી
2017માં 6.94 લાખની જવાબદારી હતી હવે 82 લાખની લોન બાકી છે)
મહેશ પટેલ
પાલનપુરમાં કોંગ્રેસના મહેશ પટેલની મિલકત પાંચ વર્ષમાં ત્રણ ઘણી વધી ગઈ છે.
મહેશ પટેલ પાલનપુર
અભ્યાસ: 10 પાસ (1982)
જંગમ મિલકત 2022: 6.40 કરોડ
જંગમ મિલકત 2017: 2.06 કરોડ
સ્થાવર મિલકત 2022: 3.06 કરોડ
સ્થાવર મિલકત 2017 : 2.07 કરોડ
(મહેશ પટેલ પાસે વાહનમાં ઇનોવા અને કંપાસ જીપ છે.)
કિર્તીસિંહ
રાજ્ય સરકારના મંત્રી કિર્તીસિંહની 30 લાખ લોન બાકી હતી જે પાંચ વર્ષે પછી 20 લાખ થઇ ગઈ છે.
કિર્તીસિંહ વાઘેલા ભાજપ ઉમેદવાર
અભ્યાસ એફવાય બીકોમ 1990
જંગમ મિલકત 2022 87.13 લાખ
સ્થાવર મિલકત 2017 44.08 લાખ
(સાદગીમાં રહેતા કિર્તીસિંહ વાઘેલાના પરિવારમાં વાહનોમાં મહેન્દ્રા બોલેરો અને ઇનોવા કાર તેમજ એક બાઇક છે 2017 માં 30 લાખની લોન હતી જે ઘટીને 20 લાખ થઈ ગઈ છે.)
માવજી દેસાઈ
સૌથી ધનવાન માવજી દેસાઈને ભાજપે ટિકિટ ન આપી તો અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી ઉભા રહ્યા.
માવજી દેસાઈ ધાનેરા (અપક્ષ) ઉમેદવાર
અભ્યાસ 10 પાસ (1988)
જંગમ મિલકત 2022: 24.56 કરોડ
જંગમ મિલકત 2017: 16.29 કરોડ
સ્થાવર મિલકત 2022: 33.92 કરોડ
સ્થાવર મિલકત 2017: 57.63 કરોડ
(વાહનોમાં માત્ર એક ઇનોવા તેમના નામ પર છે. ઉપરાંત 16.31 કરોડની લોન પણ ચાલી રહી છે. જ્યારે જુદી જુદી બે ફરિયાદ પોલીસ મથકે નોંધાયેલી છે.ઉદયપુરમાં હિરનમગરી પોલીસ સ્ટેશનમાં વેપારીના બાકી પેમેન્ટ મામલે જ્યારે ઇન્કમટેક્સ હેઠળ 2018 માં કોર્ટ કાર્યવાહી થઈ હતી જેનો કેસ હાલમાં ચીફ મેટ્રો પોલિટન કોર્ટમાં ચાલે છે.)
ગેનીબેન ઠાકોર
વાવ ધારાસભ્ય ગેનીબેનની સંપત્તિ પાંચ વર્ષમાં 3 ઘણી વધી ગઈ છે.
ગેનીબેન ઠાકોર વાવ કોંગ્રેસ ઉમેદવાર
અભ્યાસ બીએ (2020)
જંગમ મિલકત 2022: 25.40 લાખ
જંગમ મિલકત 2017: 20.22 લાખ
સ્થાવર મિલકત 2022: 2.50 કરોડ
સ્થાવર મિલકત 2017: 87 લાખ
(વાહનોમાં એક ઇનોવા અને બાઈક છે. 2017 માં 19 લાખની લોન હતી જે હવે 5.77 લાખની બાકી રહી છે. 2016 માં આપઘાત કરનારના કેસમાં નામ હોવાથી કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે.)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.