હવે કેશ ઉપાડશો તો પણ ભરવો પડશે આટલો ટેક્સ, લાગુ થયો નવો નીયમ

જુલાઈ માસની શરૂઆત થતાંની સાથે જ TDSનાં નિયમો દ્વારા હવે રોકડ ઉપાડ પર નિયમો લાગુ પડી ગયા છે. 1 જુલાઈથી આ નિયમ હેઠળ કોઈપણ નાણાકીય વર્ષમાં 1 કરોડથી વધારે રોકડની ચુકવણી કરતા બેકિંગ કંપની અથવા સહકારી બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાંથી 2% ના TDS ચુકવવાનો રહેશે.નાણાં મંત્રાલય દ્વારા રોકડ ઉપાડને ઘટાડવા માટે આ નિયમો ઘડવામાં આવ્યાં છે.

મંત્રાલયનું માનવું છે, કે દરેક લોકો તેમના વ્યવહારો કરવાં માટે ડિજિટલ માધ્યમને વધુ ઉપયોગમાં રાખે. આ નિયમનો અમલ અને તેને સરળ બનાવવા માટે આવકવેરા વિભાગે તેની સત્તાવાર વેબસાઇટ પર એક નવા જ ટૂલ્સની શરૂઆત કરી છે. આ ટૂલની મદદથી, ગ્રાહક વિભાગએ 194N હેઠળ TDSની ગણતરી કરી શકે છે.યૂઝરે પોતાનો પાનકાર્ડ નંબર અને મોબાઇલ નંબર નાંખવાનો રહેશે

આ તમામ ટૂલ બેંકો, સહકારી મંડળીઓ અને પોસ્ટ ઓફિસના સત્તાવાર ઉપયોગ માટે છે. હમણાં જ આ ‘Quick Links’ આવકવેરા વિભાગની વેબસાઇટ પર ‘Verification of applicability u/s 194N’ નામથી ઓળખાય છે. TDSને ચેક કરવા માટે યૂઝર બેન્ક તરફથી પોતાનો પાનકાર્ડ નંબર અને મોબાઇલ નંબર નાખવાનો રહેશે.

તો 20 લાખથી વધુ પર ટેક્સ ભરવો પડશે.આ નવો નિયમ TDSને આવકવેરાને રિટર્ન સાથે જોડવા હેતુસર પરંતુ આ નિયમ લાવવામાં આવ્યો છે. જો તમે લગભગ છેલ્લા 3 વર્ષથી આવકવેરો ભર્યો નથી, તો તમારી પાસેથી બેંક 20 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનાં ઉપાડ પર તમને 2% TDS વસૂલવામાં આવશે.

જો તમારાં ઉપાડની રકમ 1 કરોડથી વધારે છે, તો તમારા પર 5 % સુધીનો TDS લાગી શકે છે. જેમણે છેલ્લા 3 વર્ષથી તમે રિટર્ન ફાઇલ કર્યુ છે, તો તેમને 1 કરોડ રૂપિયા સુધીની રોકડ ઉપાડવા પર કોઈપણ જાતનો TDS ચુકવવાનો રહેશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *