ગુજરાતમાં લીલા શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને- જાણો હોલસેલ અને છૂટકના શું છે ભાવ?

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો હાલમાં શિયાળાની મોસમ બરોબરની જામી છે. ત્યારે હવે શિયાળામાં પણ લીલા શાકભાજી(vegetables) મોંઘા થઈ ગયા છે. મહત્વનું છે કે, હાલમાં પડેલા કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે વાલોળ, લીલું લસણ, લીલી ડુંગળી ઉપરાંત શક્કરિયાં અને રતાળુ સહિતના સિઝનલ લીલા શાકભાજી મોંઘા(Green vegetable prices) થઈ જવા પામ્યા છે. સાથે મનપસંદ ઊંધિયું બનાવવા માટેના મુખ્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.

લીલા શાકભાજી થયા મોંઘા:
મહત્વનું છે કે, શિયાળાની સિઝન દરમિયાન મર્યાદિત સપ્લાય અને વધારે માંગ સાથે થતી હોય છે, ત્યારે શિયાળામાં લીલા શાકભાજીના ભાવમાં વધારો થઇ ગયો છે. હજુ પણ આગામી દસ દિવસ સુધી ભાવ ઊંચા રહેવાની પ્રબળ શક્યતાપ સેવાઈ રહી છે. વાત કરવામાં આવે તો ઈંધણમાં થયેલા ભાવ વધારાની અસર ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પર પડી છે અને તેના કારણે શાકભાજીના છૂટક ભાવમાં પણ મોટો વધારો થયો છે.

જાણો હોલસેલ શાકભાજીના શું છે ભાવ?
શાકભાજીની વાત કરવામાં આવે તો હોલસેલ ટામેટાના ભાવ 10-12 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. હોલસેલ બટેકાના ભાવ 10-15 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. હોલસેલ ડુંગળીના ભાવ 10-15 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. હોલસેલ આદુના ભાવ 30-40 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. હોલસેલ લીંબુના ભાવ 25-30 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. હોલસેલ પાપડીના ભાવ 40-50 રૂપિયા પ્રતિ કિલો મળે છે. હોલસેલ લીલુ લસણના ભાવ 45-55 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. હોલસેલ કોબીજના ભાવ 30-35 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે.  હોલસેલ ફૂલવારના ભાવ 25-30 રૂપિયા પ્રતિ કિલો મળે છે. હોલસેલ ગવારના ભાવ 25-30 રૂપિયા પ્રતિ કિલો મળે છે. હોલસેલ મેથીના ભાવ 30-40 રૂપિયા પ્રતિ કિલો મળે છે. હોલસેલ અળવીના પાનના ભાવ 30-35 રૂપિયા પ્રતિ કિલો મળે છે.

જાણો છૂટક શાકભાજીના શું છે ભાવ?
શાકભાજીની વાત કરવામાં આવે તો છૂટક ટામેટાના ભાવ 10-12 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. છૂટક બટેકાના ભાવ 10-15 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. છૂટક ડુંગળીના ભાવ 30-35 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. છૂટક આદુના ભાવ 55-60 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. છૂટક લીંબુના ભાવ 40-45 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. છૂટક પાપડીના ભાવ 70-80 રૂપિયા પ્રતિ કિલો મળે છે. છૂટક લીલુ લસણના ભાવ 70-80 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. છૂટક કોબીજના ભાવ 50-55 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે. છૂટક ફૂલવારના ભાવ 35-40 રૂપિયા પ્રતિ કિલો મળે છે. છૂટક ગવારના ભાવ 35-40 રૂપિયા પ્રતિ કિલો મળે છે. છૂટક મેથીના ભાવ 45-55 રૂપિયા પ્રતિ કિલો મળે છે. છૂટક અળવીના પાનના ભાવ 45-50 રૂપિયા પ્રતિ કિલો મળે છે.  

શાકમાર્કેટમાં શાકભાજી લેવા માટે આવેલ વિધીશાબેન નામના ગૃહિણીએ જણાવતા કહ્યું હતું કે, સામાન્ય રીતે જોવામાં આવે તો શિયાળામાં શાકભાજીના ભાવ ઘટતા હોય છે. પરંતુ આ વખતે ભાવમાં ઘટાડો થવાને બદલે વધારો થઇ રહ્યો છે. દર વર્ષે જમાલપુર માર્કેટમાં શાકભાજી ઘણુ સસ્તુ લાગતું હતું પરંતુ આ વર્ષે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *