સુખી-સંપન્ન દીકરી સાસરિયાઓની એવી માયાજાળમાં ફસાઈ કે, પોતાનો જીવ આપી દીધો- સુરતની આ ઘટના રુંવાડા બેઠા કરી દેશે

Professor suicide, Surat: એક ખુબ જ દર્દનાક ઘટના ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા સુરત (Surat) માંથી સામે આવી છે. સુરતમાં છેલ્લાં 25 વર્ષથી રહેતા અને મૂળ…

Professor suicide, Surat: એક ખુબ જ દર્દનાક ઘટના ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા સુરત (Surat) માંથી સામે આવી છે. સુરતમાં છેલ્લાં 25 વર્ષથી રહેતા અને મૂળ કોસંબાના વતની ઇન્કમટેક્સ વિભાગના કર્મચારી એવા દોલતભાઈ પરમારના ઘરે 5 એપ્રિલ 1997ના રોજ દીકરીનો જન્મ થાય છે. પરિવારનું પહેલું સંતાન હોવાથી સેજલ બાળપણથી પરિવારની લાડકી હતી અને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી. વનિતા વિશ્રામ સ્કૂલમાં 12 સાયન્સ સુધીનો અભ્યાસ સેજલે અભ્યાસ કર્યો અને નવયુગ કોલેજમાં બીએસસી પૂર્ણ કર્યું હતું. સેજલને વનિતા વિશ્રામ સ્કૂલમાં ત્રીજો રેન્ક આવ્યો હતો.

મળેલી માહિતી અનુસાર સેજલને નવયુગ કોલેજમાં ફર્સ્ટ રેન્ક આવ્યો હતો. સેજલના પરિવારમાં માતા-પિતા, ભાઈ અને બહેન છે. પ્રાપ્ત માહિતી અનુસાર જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી સેજલ પરમારે 16 માર્ચે લગભગ બપોરના સમયે ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશનની વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનની નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. સેજલે આપઘાત કરવાના એક દિવસ પહેલાં તેની નાની બેનને એક વોટ્સએપ મેસેજ મોલ્યો હતો.

સેજલે આ મેસેજમાં તેની નાની બહેનને ક્લીધું હતું કે, કોઈક સેજલને તેના ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી પૈસા માગતા હતા અનેર સેજલે આ તમામ વાતચીતનો સ્ક્રીનશોટ પણ મોકલ્યો હતો. ત્યાર બાદ તરતજ તેની બહેને સેજલ સાથે વાત કરી અને ત્યારે સેજલે કહ્યું કે, ‘મોબાઇલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને એક્સેસમાં કોન્ટેક્ટ SMSમાં યસ આપેલું હતું. ઘરે અને કોલેજના સમયે મને બ્લેકમેઇલિંગ કરીને ખોટા મેસેજ કરે છે અને મારા ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપે  છે અને મારી પાસેથી પૈસા પડાવી લીધા છે.’

સેજલના પિતા સાથે વાત કરતા તેમને જણાવ્યું કે, સેજલે આ અંગે જયારે રાંદેર પોલીસમાં અરજી આપી ત્યારે તેનો ફોન કબજે લઈને તપાસ કરવામાં આવી હતી. સેજલના ફોનમાં 16 માર્ચે પણ આ નંબરો પરથી ધમકીઓ અને પૈસાની માગણી કરવામાં આવી હતી. સેજલના ફોનમાં અલગ-અલગ ત્રણ નંબરો પરથી ધમકી અને પૈસાની માંગ કરવા માટે મેસેજ આવતા હતા. વધુમાં કહ્યું કે, સેજલ વ્હાઈટ કપડાં પહેરીને 16 માર્ચે સવારે યુનિવર્સિટી જવા નીકળી હતી.

સેજલનાં માતા જાગૃતિબેન પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, સેજલનાં લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા ત્યાર બાદ 3 મહિનામાં જ સેજલને ખૂબ જ હેરાન કરવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ લગ્નના ત્રણ મહિના બાદ સસરાને હોસ્પિટલ લઈ જવાના છે તેવું કહીને સેજલને પિતા ઘરે પછી મૂકી ગયા હતા, સેજલને પણ જાણ ન હતી કે તેને પિયર મૂકવા માટે બધા જઈ રહ્યા છે.

તેવું પણ જાણવા મળી રહ્યું છે એક, સેજલના પતિના કઝિન સાથે જ આડાસંબંધ હતા. જયારે સેજલને આ વાતની જાણ થઇ ત્યારે સેજલે પતિના મોટાભાઈને કહ્યું હતું અને ત્યારે તેમણે કહ્યું કે, સેજલબેન એવું તો સહન કરવું પડે. જયારે સેજલના ભાઈ હર્ષ સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે, દીદીદને જે ત્રણ નંબરો પરથી ધમકીઓ આપી રૂપિયા પડાવ્યા હતા તે ત્રણેય નંબરો પાકિસ્તાની છે. 

મળેલી માહિતી અનુસાર સેજલે આપઘાત કરતા પહેલા તેના પતિને 3 ફોન કર્યા હતા, ત્યારે જો પતિએ ફોન રિસીવ કરી લીધો હોત તો સેજલ આજે જીવતી હોત. હાલ પોલીસ દ્વારા સેજલના ફોન કબજે લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. સાસુ-સસરાનાં પણ નિવેદન લીધાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *