પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNG ના ભાવ પણ વધ્યા, એકસાથે આટલા ભાવ વધ્યા

ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ દિલ્હીમાં CNGની કિંમત 2.5 રૂપિયા પ્રતિ કિલો વધારીને 64.11 રૂપિયા પ્રતિ કિલો કરી દીધી છે. નવી કિંમત આજથી એટલે કે 4 એપ્રિલ(April)થી લાગુ થશે. ભાવ વધારા પછી, દિલ્હી(Delhi)માં એક કેબ ડ્રાઈવરે કહ્યું કે, “સીએનજી(CNG)ના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, અમે મુસાફરો માટે કેબના એર કંડિશનર ચાલુ કરવાના પક્ષમાં નથી. વધેલા ભાવથી અમારા બજેટને અસર થઈ છે.

છેલ્લા મહિનામાં સીએનજીના ભાવમાં આ સાતમો વધારો છે. એકંદરે, દરમાં આશરે રૂ. 6.5 પ્રતિ કિલોનો વધારો થયો છે. વૈશ્વિક સ્તરે ગેસના ભાવમાં થયેલા ઉછાળાને કારણે આ વધારો થયો છે. IGL સ્થાનિક ક્ષેત્રોમાંથી નેચરલ ગેસ મેળવે છે તેમજ આયાતી LNG ખરીદે છે. વર્તમાન બજારમાં LNG તાજેતરના મહિનાઓમાં વિક્રમી ઊંચાઈને સ્પર્શી ગયો હતો અને ગુરુવારે સરકારે સ્થાનિક ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ગેસની કિંમત પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ $2.9 થી વધારીને US$6.10 કરી હતી.

આ દરમિયાન, શુક્રવારે  PNGના ભાવમાં SCM દીઠ રૂપિયા 5નો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં લાગુ કિંમત રૂપિયા 41.61/SCM (VAT સહિત) હશે. ગાઝિયાબાદ અને નોઈડા માટે ઘરેલુ PNGની કિંમત 5.85 રૂપિયા વધારીને 41 રૂપિયા કરવામાં આવી છે. આ દરમિયાન સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે સપ્તાહમાં 12મી વખત વધારો કરવામાં આવ્યો હતો.

પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં લિટર દીઠ 40 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જે છેલ્લા બે સપ્તાહમાં કુલ રૂપિયા 8.40 પ્રતિ લિટરે વધી ગયો હતો. જ્યારે 21 માર્ચે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂ. 95.41 અને રૂ. 86.67 પ્રતિ લીટરના ભાવે વેચાતા હતા, ત્યારે હવે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ રૂ.103.81 અને ડીઝલ રૂ.95.07 પ્રતિ લીટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *