કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી દ્વારા અફઘાન મુદ્દે ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, બેઠક 26 ઓગસ્ટે સવારના 11 વાગ્યે થશે. તેમણે કહ્યું કે, બેઠકમાં વિદેશ મંત્રાલય વિપક્ષના તમામ સવાલોના જવાબ આપવામાં આવશે.
વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને લખ્યું કે, અફઘાન ઘટનાક્રમને જોતા પ્રધાનમંત્રી મોદી દ્વારા વિદેશ મંત્રાલયે રાજકીય પક્ષોના નેતાઓને માહિતી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી આગળની જાણકારી આપવામાં આવશે. જ્યારથી અફઘાનમાં તાલિબાની શાસન આવ્યું છે ત્યારથી વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યાં છે કે, ભારતે અફઘાનમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રાખ્યું હોવાથી હવે ભારતની અફઘાન મુદ્દે કઈ રણનીતિ છે તેની જાણકારી દેશને મળવી જોઈએ.
વિપક્ષના આ સવાલનો જવાબ આપવા માટે બેઠક બોલાવવામાં આવી છે. અફઘાનિસ્તાનમાંથી બચાવાયેલા 146 ભારતીય નાગરિકો સોમવારે કતારની રાજધાનીથી ચાર અલગ અલગ વિમાનોમાં ભારત પહોંચ્યા. આ નાગરિકોને અમેરિકા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન વિમાન દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલથી દોહા લઈ જવામાં આવ્યા હતા.
ભારતે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે અમેરિકા, કતાર, તાજિકિસ્તાન અને અન્ય ઘણા મૈત્રીપૂર્ણ દેશો સાથે સંકલન કરવામાં આવ્યું. જાણવા મળ્યું છે કે, અફઘાનિસ્તાનની રાજધાનીમાંથી તેના નાગરિકોને બહાર કાઢવાના તેના પ્રયાસોના ભાગરૂપે, ભારત તેની ચાર ફ્લાઇટ દ્વારા અત્યાર સુધીમાં બે અફઘાન ધારાસભ્યો સહિત 400થી વધુ લોકોને પરત લાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.