કોરોનાએ ગુજરાત સહીત સમગ્ર દેશમાં વાયુવેગે વેગ પકડ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં હાલ કોરોનાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મહારાષ્ટ્રની સરકારે કોરોનાને કાબુ કરવા શનિવાર અને રવિવારે લોકડાઉન જાહેર કર્યું હતું. પણ તેમછતાં કોરોના વકરતા સરકારની ચિંતામાં વધારો થયો હતો. અને હાલ મહારાષ્ટ્ર સરકારે હીરા ઉદ્યોગને મોટો ઝટકો આપ્યો છે.
દિવસેને દિવસે મહારાષ્ટ્રમાં કોરોના વાયુવેગે ફેલાઈ રહ્યો છે. લોકો દિવસેને દિવસે કોરોનાનો શિકાર થઇ રહ્યા છે. આ જોઇને મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આ કારણોસર મહારાષ્ટ્ર સરકારે શનિવાર અને રવિવારના રોજ સંપૂર્ણ લોકડાઉન અને સાથે સાથે શુક્રવારથી લઈને સોમવાર સુધી રાત્રીના 8 થી સવારના 7 વાગ્યા સુધી લોકડાઉન કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ સાથે-સાથે જ મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સને પણ બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ભારત ડાયમંડ બુર્સ અચોક્ક્સ મુદ્દત માટે બંધ રાખવાની નોટીસ ફરતી થઈ છે.
સોસિયલ મીડીયામા વહેતા થયેલા આ મેસેજમાં જણાવ્યું છે કે, બીજી કોઇ જાણકારી ન મળે ત્યા સુધી ભારત ડાયમંડ બુર્સને બંધ રાખવામાં આવશે. સુત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ડાયમંડ બુર્સમાં ઓફીસો ધરાવતા હીરાના વેપારીઓ તેમજ હીરાની કંપનીઓને પણ ઈ-મેઈલ દ્વારા આ નોટીસ મોકલી દેવામાં આવી છે. મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સ બંધ થતા દેશના હીરા ઉદ્યોગમાં આર્થિક રીતે મોટો ફટકો પડી શકે છે.
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ થતા સરકારે કડકપણે નિયમો લાગુ કર્યા છે. લોકોને પણ કોરોના મહામારી નિયમ અનુસાર રહેવા માટે સુચના આપી છે. તમામ હોટલ-રેસ્ટોરાને બંધ કરવાનો આદેશ પણ આપ્યો છે. આ સાથે સાથે જ તમામ પાર્ક, બગીચા અને રમતના મેદાનોને બંધ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ દરેક નિયમોને આજના દિવસથી એટલે કે 5 એપ્રિલના રોજથી લાગુ કરી દેવામાં આવ્યા છે. રવિવારના રોજ કોરોના મહામારી મુદ્દે થયેલી મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કે, કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ગરમા ગરમ ચર્ચા થઈ હતી અને સમગ્ર લોકડાઉન કરવાનો અનેક મંત્રીઓએ વિરોધ પણ કર્યો હતો. આ પરીસ્થીતીને કારણે સુત્રએ જણાવ્યું હતું કે, જેના પગલે આ આંશિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.