આવનારા દિવસોમાં ભારત(India) અને ઈંગ્લેન્ડ(England) વચ્ચે પાંચ ટેસ્ટ મેચ(Taste Match)ની શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક ટેસ્ટ રમાવાની છે. આ મેચ 1 જુલાઈથી બર્મિંગહામ(Birmingham)માં રમાશે. વાસ્તવમાં આ સિરીઝ ગયા વર્ષે શરૂ થઈ હતી. જેમાં ભારતીય ટીમે ચાર ટેસ્ટ બાદ 2-1ની લીડ મેળવી હતી.આ પછી કોરોનાના કેસને કારણે પાંચમી ટેસ્ટ મોકૂફ રાખવામાં આવી હતી, જે આ વખતે રમાશે.રોહિત શર્મા(Rohit Sharma)ની કેપ્ટન્સી અને જો ભારતીય રાહુલ દ્રવિડ (Rahul Dravid)ના કોચિંગ હેઠળ ટીમ આ ટેસ્ટ જીતે કે ડ્રો કરે તો 15 વર્ષ બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચશે.
તમને જણાવી દઈએ કે, 2007થી ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ધરતી પર કોઈ દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી જીતી નથી. છેલ્લી વખત ભારતીય ટીમે ઈંગ્લેન્ડને તેના ઘરે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું. ત્યારે ભારતીય ટીમની કપ્તાની રાહુલ દ્રવિડના હાથમાં હતી, તે સમયે માઈકલ વોનના નેતૃત્વમાં ઈંગ્લિશ ટીમનો પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયા 2007થી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી, છેલ્લી વખત ભારતીય ટીમે ઈંગ્લેન્ડને તેના ઘરે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું.
ટીમ ઈન્ડિયાની પલટન ઈંગ્લેન્ડમાં છે. છેલ્લા 15 વર્ષથી અકબંધ રહેલી પ્રતિક્ષાનો અંત લાવવાનો અવસર છે. આ રાહ બ્રિટિશ ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવા સાથે સંબંધિત છે. ભારતે છેલ્લી વખત ઇંગ્લેન્ડની ધરતી પર વર્ષ 2007માં ટેસ્ટ શ્રેણી જીતી હતી. ત્યાર બાદ જીતી નતી. પરંતુ, આ વખતે સંયોગએ રાહનો અંત બની રહ્યો છે. ટીમ ઈન્ડિયાની શાન ઈંગ્લેન્ડમાં જોઈ શકાય છે. કારણ કે તેની પાસે રાહુલ દ્રવિડ છે. હવે તમે કહેશો કે રાહુલ દ્રવિડ કેમ? તો તેની પાછળ એક મોટું કારણ છે.
ઘણા બધા વર્ષો પછી ભારત પાસે વધુ એક રેકોર્ડ બનાવવાનો મોકો આવ્યો છે, ક્રિકેટ રસિકો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, હવે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા પાસે 15 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાની સારી તક છે. આ વખતે રાહુલ દ્રવિડ ટીમનો કોચ છે. આ દ્રવિડે જીતનો વિચિત્ર સંયોગ સર્જ્યો છે. છેલ્લી વખત દ્રવિડે કેપ્ટન તરીકે શ્રેણી જીતી હતી. આ વખતે કોચ બનીને તે જીતવા માટે તૈયાર છે.
Look who’s here!
Head Coach Rahul Dravid has joined the Test squad in Leicester. ?? #TeamIndia pic.twitter.com/O6UJVSgxQd
— BCCI (@BCCI) June 21, 2022
વનડે અને T20 ક્રિકેટ મેચમાં ભારત હજી પણ થોડું સારું રહ્યું છે પરંતુ જ્યારે લાલ બોલની રમતની વાત આવે છે, ત્યારે ટીમ ઈન્ડિયાનો ઈંગ્લિશ ધરતી પર રેકોર્ડ ઘણો નિરાશાજનક રહ્યો છે. ક્રિકઇન્ફોના ડેટા અનુસાર, છેલ્લા 86 વર્ષમાં ભારતે ઇંગ્લેન્ડમાં માત્ર 3 ટેસ્ટ શ્રેણી જીતી છે. અજીત વાડેકરની આગેવાની હેઠળ પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ ભારતે ફરી 15 વર્ષ રાહ જોવી પડી હતી. 1986માં કપિલ દેવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમવા ઈંગ્લેન્ડ ગઈ હતી અને ભારતે 2-0થી શ્રેણી જીતી હતી.
હવે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા પાસે 15 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાની સારી તક છે.આ વખતે રાહુલ દ્રવિડ ટીમનો કોચ છે. આ દ્રવિડે જીતનો વિચિત્ર સંયોગ સર્જ્યો છે. છેલ્લી વખત દ્રવિડે કેપ્ટન તરીકે શ્રેણી જીતી હતી.છેલ્લી વખત દ્રવિડે કેપ્ટન તરીકે શ્રેણી જીતી હતી. આ વખતે કોચ બનીને તે જીતવા માટે તૈયાર છે.ટીમ ઈન્ડિયા 2007 બાદ ઈંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. છેલ્લી વખત ભારતીય ટીમે ઈંગ્લેન્ડને તેના ઘરે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.