આપઘાત મામલે ભારતે વિશ્વના તમામ દેશોને છોડ્યા પાછળ- આંકડો જાણી આંખે વિશ્વાસ નહિ આવે

આજે એટલે કે, 10 સપ્ટેમ્બરનાં રોજ ‘વિશ્વ આપઘાત નિવારણ દિન’ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણ દ્વારા કરવામાં આવેલ સંશોધનમાં સામે આવેલ ચોંકાવનાર વિગતોમાં દર વર્ષે વિશ્વમાં 8 લાખમાંથી કુલ 1.35 લાખ લોકો ભારતમાં અકાળે જીવન ટૂંકાવી લેતા હોવાનું જાણવા મળ્યું છે.

આની સાથે-સાથે જ 15થી 24 વર્ષના કિશોરો તથા યુવાનોમાં મૃત્યુનાં કારણમાં આપઘાત સૌપ્રથમ નંબર પર આવે છે. આ વાત ચિંતાજનક ગણી શકાય પણ ડો.યોગેશ જોગાસણે આપઘાતના વિચારો આવે ત્યારે શું કરવું જોઇએ તેના તારણો આપવામાં આવ્યા છે.

આ વર્ષે 18મો ‘વિશ્વ આપઘાત નિવારણ દિન’:
વિશ્વ આરોગ્ય સંસ્થા તથા આંતરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થાને વર્ષ 2003 થી લઈને દર વર્ષે 10 સપ્ટેમ્બરનાં રોજ ‘વિશ્વ આપઘાત નિવારણ દિન’ તરીકે ઉજવે છે. આ વર્ષે 18મો ‘વિશ્વ આપઘાત નિવારણ દિન’ ઉજવવામાં આવ્યો છે. આપઘાત નિવારણનો દિવસ ન હોય તે હર પળને ધ્યાન રાખવા જેવી અતિસંવેદનશીલ બાબત છે.

દર વર્ષે સમગ્ર વિશ્વમાંઅંદાજે 8 લાખ જેટલા મોત આપઘાતથી થતા હોય છે કે, જેમાંથી 1.35 લાખ એટલે કે, અંદાજે 17% મોત ભારતમાં થાય છે. આપઘાતનો પ્રયાસ કરીને બચી જતા લોકોની સંખ્યા આનાથી 25 ગણી વધારે છે. ભારતમાં છેલ્લા 30 વર્ષમાં આપઘાતના પ્રમાણમાં અંદાજે 30% જેટલો વધારો નોંધાયો છે કે, જે ચિંતાજનક બાબત છે.

મોટાભાગના કિસ્સામાં વ્યક્તિ આપઘાત કરવા ઇચ્છતી હોતી નથી:
મોટાભાગના લોકોના જીવનમાં મુશ્કેલીઓ, હેરાન કરતી કસોટીઓ, નિષ્ફ્ળતા, પીડા, હતાશા, માયુશી, ચિંતા, સ્ટ્રેસ તથા ડિપ્રેશનમાંથી કોને પસાર નથી થવું પડતું? ઘણીવખત આપણા કરતાં પણ વધારે કફોડી, વધુ આકરી તથા પીડાદાયક સ્થિતિમાં કરોડો લોકોને જીવતા જોયા હોય છે.

ક્યારેક તો આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલા ક્રૂર, પાપી, નિર્દયી તેમજ પીડાનો લોકો સામનો કરી રહ્યા હોય છે ત્યારે મોટા ભાગના કિસ્સામાં એવુ જોવા મળતું હોય છે કે, આપઘાતનો પ્રયાસ કરનાર અથવા તો આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ આપઘાત કરવા ઇચ્છતી નથી હોતી પણ કોઇ પોતાની નિરાશા ઓળખીને પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે.

આત્મહત્યા કરવા માટે જવાબદાર મુખ્ય કારણો:
બાળકો પર માતા-પિતાનું ખોટું અનુશાસન, કોઈ શારીરિક-માનસિક રોગ, બેકારી, ગરીબી, સહનશીલતાનો અભાવ, ઉચ્ચ અહમ, પ્રિય સ્વજનનું મૃત્યુ, એકલતા, સામાજિક તિરસ્કાર, લોકોનું દબાણ, ઉચ્ચ મહત્વકાંક્ષા, વધારે પડતી આવેગશીલતા, ભણતરની ચિંતા તેમજ તણાવને લીધે કિશોરો તથા યુવાનો આત્મહત્યા કરતા હોય છે.

જયારે શારીરિક વિકાસની અવઢવને કારણે કેટલાક કિશોરો આત્મહત્યા કરવા પ્રેરાતા હોય છે. આની સાથે જ આસાધ્ય રોગ, આંતરવેયક્તિક સંકટો તથા વિભક્ત કુટુંબ, નિમ્ન સામાજિક આર્થિક દરજ્જો, આયોગ્ય માનસિક આવેગો તથા નોકરી-ધંધો, આર્થિક ભીંસ, દારુની ટેવ, ઘરકંકાસ, શારીરિક-માનસિક બીમારી વગેરે આત્મહત્યા કરવા માટે મજબૂર કરતા હોય છે.

સ્ત્રીઓ કરતા પુરૂષો આત્મહત્યા કરવામાં સફળ જાય છે:
મહિલાઓ આત્મહત્યા કરવાના પ્રયાસ સૌથી વધારે કરે છે. જ્યારે પુરુષો આત્મહત્યા કરવામાં સફળ સૌથી વધુ જાય છે. સામાન્ય રીતે આત્મહત્યાનો પ્રયાસ કરવામાં દર 4માંથી 3 સ્ત્રીઓ હોય છે. જયારે 75% આત્મહત્યાની ઘટના  ગરીબ તથા વિકસિત દેશમાં થાય છે. WHOના આંકડા જણાવે છે કે, 40% જેટલા દેશોમાં પુરુષોની આપઘાતનું પ્રમાણ એક લાખ લોકોની વસતિ સામે 15થી વધુનું છે. ફક્ત 1.5% દેશોમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ આપઘાત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *