પંજાબ-હરિયાણા હાઇકોર્ટના આદેશ પર કેન્દ્ર સરકાર pubg વિડીયો ગેમ પર રોક લગાવવાનો વિચાર કરી રહી છે.આ વાતની જાણકારી કેન્દ્રીય સંચાર તેમજ સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયના સાયબર તેમજ સિક્યુરીટી નિર્દેશક અને વરિષ્ઠ વૈજ્ઞાનિક વીકે ત્રિવેદીએ પત્ર લખીને આપી છે. આવો જાણીએ શું છે પૂરો મામલો…
યાચીને લખેલા પત્રમાં જણાવાયું છે કે પબજી પર રોક લગાવવાનો વિષય વિચારણીય છે. આ મામલામાં હાઈકોર્ટના વકીલ એચ સી અરોડાએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં યાચિકા દાખલ કરી માંગ કરી હતી કે કોર્ટે કેન્દ્ર અને પબજી મોબાઈલ ગેમ પર રોક લગાવવાનો આદેશ આપે. અરોડાએ હાઈ કોર્ટમાં જણાવ્યું કે આ ગેમ એવી છે જે બાળકોને તેની લત લગાડી દે છે.
યાચિકા અનુસાર બાળકો કેટલાય કલાકો તે રમતા રહે છે. તેના કારણે તેનો શારીરિક અને માનસિક વિકાસ ધીમો પડી જાય છે. બાળકો ગેમ રમતા ૪ થી ૫ કલાક જેટલો સમય બગાડે છે, જેના કારણે તે સામાજિક ગ્રુપ માં ઓછા એક્ટિવ રહે છે. સાથે જ યાચિકા માં કહ્યું છે કે આ ગેમના હથિયારો માંથી પ્રેરણા લઇ તે એકબીજા ઉપર હિંસક હુમલો પણ કરે છે.
આ કારણે બાળકોમાં હિંસાની પ્રવૃત્તિ વધી રહી છે.બાળકો આ ગેમના પાત્રમાં પોતાની જાતને અનુભવે છે અને તેના કારણે જ ઈમોશનલ રીતે તેનાથી જોડાય જાય છે. એવી ઘણી ઘટનાઓ સામે આવી છે જ્યારે ગેમ દરમ્યાન બાળકોનું મૃત્યુ થયું હોય છે.
એવામાં આ ગેમની તુલના બ્લુ વેલ ગેમ સાથે કરતા અપીલ કરવામાં આવી છે કે બ્લુ વેલ ગેમ ની જેમ આ ગેમને પણ ભારતમાં સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે. હાઈકોર્ટે યાચિકા ઉપર વિચાર કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.