ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ચીફ ફાયનાન્સ ઓફિસરની નીકળી ભરતી- લાખોમાં મળશે પગાર, આ રીતે કરો અરજી

India Post Jobs: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેના માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (India Post Payments Bank Recruitment) દ્વારા જનરલ મેનેજર (ફાઇનાન્સ)/ ચીફ ફાઇનાન્સ ઓફિસરની ખાલી જગ્યાની ભરતી માટે લાયક અને ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે તમે આ વેબસાઇટ https://www.ippbonline.com/ ની મુલાકાત લઈ શકો છો. જેમાં તમારે ઓનલાઇન અરજી કરવાની રહશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી, 2024 નક્કી કરવામાં આવી છે.

અરજી કરનારની શૈક્ષણિક અને વય મર્યાદા
આ પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 38 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષ હોવી જોઈએ.આ ઉપરાંત ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં જનરલ મેનેજર (ફાઇનાન્સ)/ ચીફ ફાઇનાન્સ ઓફિસરની જગ્યા પર અરજી કરવા માટે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થા/બોર્ડમાંથી MBA (ફાઇનાન્સ) પાસ કરેલ હોવું જોઈએ.તેમજ CFA (Chartered Financial Analyst) સંસ્થા તરફથી CFA પ્રમાણપત્ર મેળવેલ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. આ સિવાય CAIIB (Certified Associate of Indian Institute of Bankers) દ્વારા પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

અનુભવ
અરજી કરનાર ઉમેદવાર પાસે ઓફિસર કરીઅરમાં ઓછામાં ઓછો 18 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જેમાંથી બેંકો/મોટી કોર્પોરેશનો/પીએસયુ/નાણાકીય સંસ્થાઓ/નાણાકીય સેવા સંસ્થાઓમાં નાણાકીય કામગીરી, પ્રાધાન્ય હિસાબી અને કરવેરાની બાબતોની દેખરેખમાં ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જેમાંથી 10 વર્ષ બેંકો/નાણાકીય સંસ્થાઓમાં હોવા જોઈએ. જેમાંથી 05 વર્ષ વરિષ્ઠ મેનેજમેન્ટ સ્તરે હોવા જોઈએ.

અરજી માટે રહેશે આટલી ફી
SC/ST/PWD – 150 રૂપિયા
અન્ય – 750 રૂપિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *