ભારતમાં ગરીબોની સંખ્યા ખુબ વધારે રહેલી છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓને સંબોધતા PM મોદીએ કહ્યું હતું કે, કોરોનાના પહેલા દિવસથી જ ગરીબોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે.
80 કરોડ ભારતીયોને મફત અનાજ મળ્યું:
આની સાથે જ PM મોદીએ જણાવ્યું હતું કે, મહામારી દરમિયાન 80 કરોડ ભારતીયોને મફત અનાજ મળ્યું છે કે, જેમાં મધ્યપ્રદેશના કુલ 5 કરોડ લોકોનો પણ સમાવેશ થાય છે. કોરોના મહામારીને છેલ્લા 100 વર્ષની સૌથી મોટી હોનારત ગણાવતા મોદીએ જણાવ્યું હતું કે, લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું જોઈએ, હાથ સેનિટાઈઝ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવું જોઈએ.
ભારતેસૌપ્રથમ પ્રાથમિકતા ગરીબોને આપી:
PM મોદીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને નાથવામાં તેની રણીનીતિમાં ભારતે સૌપ્રથમ પ્રાથમિતા ગરીબોને આપી છે બાદમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હોય કે પછી પ્રધાનમંત્રી રોજગાર યોજના હોય. મહામારીની શરુઆત થઈ તેના પહેલા દિવસથી અમે ગરીબોના ભોજન તથા રોજગારીની ચિંતા કરી છે. પોતાની સરકારની વોકલ ફોર લોકલ યોજના પર ભાર મૂકતા મોદી જણાવે છે કે, લોકોએ તહેવારોમાં હાથવણાટની વસ્તુઓની ખરીદી કરવી જોઈએ કે, જેથી કરીને હાથવણાટ સેક્ટરમાં કામ કરતા લોકોને પ્રોત્સાહન મળી રહે.
મહામારીમાં ગરીબોને મફત ગેસ સિલિન્ડર પણ આપ્યાં:
મોદીએ જણાવ્યું હતું કહ્યું કે, માત્ર ઘઉં, ચોખા તથા દાળ જ નહી પણ 8 કરોડ ગરીબ પરિવારોને પણ મફતમાં ગેસ સિલિન્ડર પણ આપવામાં આવ્યાં છે. કુલ 20 કરોડ મહિલાઓના જનધનખાતામાં અંદાજે 30,000 કરોડ રુપિયા જમા કરવામાં આવ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.