દેશમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, હાલ પરિસ્થિતિ કાબુ બાર જતી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગયા 24 કલાકમાં ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં એક દિવસમાં એટલા કેસ નથી નોંધાયા કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં બે લાખથી વધુ પોઝીટીવ કેસો સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,35,692 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 1341 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટકમાં વાયુવેગે કોરોના વધી રહ્યો છે. આ રાજ્યોમાં કોરોનાથી સ્થિતિ બેકાબુ બની છે અને તંત્ર દ્વારા પણ સ્વીકારી લેવામાં આવ્યું છે કે હવે પરિસ્થિતિ કાબુ બાર જતી હોય તેવું લાગી રહ્યું છે.
કોરોનાએ બીજા વર્ષે પણ પોતાનો કાળો કહેર મચાવવાનું શરુ જ રાખ્યું છે. દરરોજ કોરોનાના કેસો વધતા દેશના નાગરિકોમાં ડર દેખાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, 2,35,692 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 1341 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63729 નવા કેસ છે અને ઉત્તર પ્રદેશમાં 27360 નવા કેસ છે. 19486 માં દિલ્હીમાં નવા કેસ નોંધાયા છે. જ્યારે છત્તીસગઢમાં 14912 અને કર્ણાટકમાં 14859 નવા કેસ નોંધાયા છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ રાજ્યોની તુલનામાં ગુજરાતમાં ઓછા કેસ નોંધાઈ રહ્યા છે પરંતુ રાજ્યમાં પણ કોરોનાથી સ્થિતિ વકરી છે અને દરરોજ વધારેમાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે.
કુલ નવા કેસોમાંથી 59.79 ટકા કેસ આ પાંચ રાજ્યોના છે. એકલા મહારાષ્ટ્રમાંથી જ 27.15 ટકા નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા મૃત્યુના આંકડા નોંધાયા છે જ્યાં 398 લોકોનાં મોત થયાં છે જ્યારે દિલ્હીમાં 141 લોકોનાં મોત થયાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,23,354 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 1341 લોકોનાં મોત નીપજ્યાં છે.
કુલ કેસો – 1,45,26,609
અત્યાર સુધીમાં સાજા થયા – 1,26,71,220
સક્રિય કેસ – 16,79,740
કુલ મૃત્યુ આંકડો – 1,75,649
કુલ રસીકરણ – 11,99,37,641
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.