પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ ચતુરાઈ પૂર્વક PoKમાં આતંકીઓના ઠેકાણાને નષ્ટ કર્યા છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આતંકી ઠેકાણાને ઘણુ નુકસાન પહોચ્યુ છે. આ હુમલાને અંજામ આપવા માટે સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો હતો.ભારતીય સેનાની કાર્યવાહીમાં 4 લોન્ચિંગ પેડ નષ્ટ થઇ ગયા છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 4-5 સૈનિકો પણ માર્યા ગયા છે.
J&K: Houses of Manyari village in Hiranagar sector of Kathua district damaged, following shelling by Pakistan. Locals say, "We're lucky children weren't sleeping inside. We request the PM to give befitting reply to Pakistan.We've already suffered losses due to firing by Pakistan" pic.twitter.com/rpltN6a5IB
— ANI (@ANI) October 20, 2019
જણાવી દઈએ કે, પાકિસ્સતાન દ્વારા સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતુ હતું. પાકિસ્તાનના કુપવાડાના તંગધાર સેક્ટરમાં સીઝફાયર તોડ્યુ છે જેમાં બે જવાન શહીદ થયા છે જ્યારે 1 નાગરિકનું મોત થયુ છે. પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા ભારતીય સેનાની ચોકી અને રહેણાક વિસ્તારને ટાર્ગેટ કરતા ફાયરિંગ કર્યુ હતું. ભારતીય સુરક્ષા દળ પણ પાકિસ્તાન તરફથી કરવામાં આવતા ફાયરિંગનો જવાબ આપી રહ્યાં છે.
ભારતીય સેનાનાં 2 જવાનો પણ શહીદ થયાં
પાકિસ્તાન તરફથી કરવામાં આવતા ફાયરિંગમાં રવિવારે બે ભારતીય સૈનિક શહીદ થયા હતા. આ સિવાય ગોળીબારમાં ત્રણ નાગરિકોના ઘાયલ થવાના પણ સમાચાર છે. પાકિસ્તાની સૈનિકોએ નાગરિકોને પણ નિશાન બનાવ્યા હતા અને તેમની તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં એક નાગરિકનું પણ મોત થયુ હતું. પાકિસ્તાનના ગોળીબારમાં કેટલાક ઘરને નુકસાન થયુ હોવાના પણ સમાચાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.