દેશના અમીર વ્યક્તિઓની વાત આવે ત્યારે મુકેશ અંબાણીથી લઈને કેટલાય ધનાઢયલોકોના નામ યાદ આવે, પરંતુ કોઈ એ નથી જાણતું કે ભારતની સૌથી અમીર મહિલાઓ કોણ છે. તોજ આજે આપણે એ જાણીએ કે ભારતની કઈ મહિલાઓ છે જેમણે પોતાના પરિશ્રમથી આજે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
ચાલો જાણીએ કે કોણ છે એ મહિલાઓ જે ભારતની સૌથી ધનાઢ્ય મહિલા બની છે. એચસીએલ ટેક્નોલોજીસના અધ્યક્ષ 38 વર્ષીય રોશની નાડર મલ્હોત્રા હાલના સૌથી ધનિક ભારતીય મહિલા છે. કોટક વેલ્થના સહયોગથી હુરન ઇન્ડિયાએ 100 ભારતીય સમૃદ્ધ મહિલાઓની સૂચિ તૈયાર કરી છે. આ સૂચિમાં સમાવિષ્ટ મહિલાઓની કુલ સંપત્તિ 2.72 લાખ કરોડ છે. તેમાંથી રોશની નાડર મલ્હોત્રાની કુલ સંપત્તિ 54,850 કરોડ રૂપિયા છે.
“હુરન રિચ લિસ્ટ” મુજબ રોશની નાડર મલ્હોત્રા ભારતની સૌથી ધનિક મહિલા છે. રોશની નાડર મલ્હોત્રાની કુલ સંપત્તિ 54.8 હજાર કરોડ છે, તેમને તાજેતરમાં એચસીએલ ટેક્નોલોજીસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. વર્ષ 2019માં, તે ફોર્બ્સ વર્લ્ડની 100 સૌથી શક્તિશાળી મહિલાની યાદીમાં 54 માં ક્રમે છે. તે માત્ર 28 વર્ષની ઉંમરે કંપનીની સીઈઓ બની હતી.
હુરુન રિચ લિસ્ટમાં કિરણ મઝુમદાર-શો બીજા ક્રમે છે, જેમની કુલ સંપત્તિ 36.6 હજાર કરોડ છે. કિરણ મઝુમદાર શો બાયોકાનના મેનેજિંગ ડિરેક્ટર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આમાંથી 31 મહિલાઓ એવી છે કે જેમણે જાતે જ આ પદ પ્રાપ્ત કર્યું છે.
ત્યારબાદ આવે છે લીના ગાંધી તિવારી જે ત્રીજા નંબરે છે, જેમની કુલ સંપત્તિ 21,340 કરોડ છે. તે યુએસવી કંપનીના અધ્યક્ષ છે. યુએસવી ભારતની સ્થાપના 1961 માં લીના તિવારીના પિતા વિઠ્ઠલ ગાંધીએ કરી હતી.
હુરુન રિચ લિસ્ટમાં નીલિમા મોટાપાર્તી ચોથા નંબર પર છે, જેમની કુલ સંપત્તિ 18,620 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેની કંપની ડિવીઝ લેબોરેટરીઝ છે. રાધા વેમ્બુ જેમની કુલ સંપત્તિનું મૂલ્ય પાંચમાં નંબર પર 11,590 કરોડ રૂપિયા છે. તેની કંપની જોહો છે.
છઠ્ઠા નંબર પર શ્રીમંત મહિલાઓની યાદીમાં જયશ્રી ઉલ્લાલ છે, જેમની કુલ સંપત્તિ 10,220 કરોડ છે, તેમની કંપની અરિસ્તા નેટવર્ક છે. તે જ સમયે રેણુ મુંજલ સાતમા સ્થાને છે, જેની કુલ સંપત્તિ 8,690 કરોડ છે, તેમની કંપની હીરો ફિનકોર્પ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle